android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News: માઢીયા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો; 1000 લિટર જેટલો આથો ઝડપાયો

calendar_todayMarch 7, 2026

Bhavnagar News: માઢીયા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો; 1000 લિટર જેટલો આથો ઝડપાયો

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા માઢીયા ગામે લાંબા સમયથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર સનેસ પોલીસે ઓચિંતી રેડ પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે માઢીયા ગામની સીમમાં મોટા પાયે દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના આધારે કાફલાએ દરોડો પાડી ગેરકાયદેસર અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો.

મોટી માત્રામાં મુદ્દામાલ નષ્ટ કરાયો

સનેસ પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની સામગ્રી અને તૈયાર દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 995 લિટર દેશી દારૂ ગાળવાનો આથો તેમજ 8 લિટર તૈયાર દેશી દારૂ જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ભઠ્ઠી ચલાવવા બદલ પોલીસે શિલ્પાબેન પાલીયા નામની મહિલા વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરમાં થતી હતી સપ્લાય

તપાસમાં સામે આવ્યું છે કે આ ભઠ્ઠી ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી કાર્યરત હતી. અહીં તૈયાર થયેલો દેશી દારૂ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા દારૂના અડ્ડાઓ પર સપ્લાય કરવામાં આવતો હતો. ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ ભાગમાં પોલીસની નજરથી બચવા માટે આ નેટવર્ક ચલાવવામાં આવતું હતું. જોકે, સનેસ પોલીસની આ સફળ કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો