android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News: નશાની હાલતમાં ઝડપાયા નાયબ મામલતદાર, 112 હેલ્પલાઇનની બાતમીના આધારે પોલીસે કરી ધરપકડ

calendar_todayMay 6, 2026

Bhavnagar News: નશાની હાલતમાં ઝડપાયા નાયબ મામલતદાર, 112 હેલ્પલાઇનની બાતમીના આધારે પોલીસે કરી ધરપકડ

ભાવનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા અને જવાબદાર હોદ્દો ધરાવતા અધિકારી નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ભાવનગર કલેક્ટર કચેરીના મધ્યાહન ભોજન વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મેહુલ ભટ્ટની ઘોઘા રોડ પોલીસે ધરપકડ કરી છે.

112 હેલ્પલાઇન દ્વારા મળી હતી બાતમી

ઘટનાની મળતી માહિતી અનુસાર, પોલીસની 112 હેલ્પલાઇન પર માહિતી મળી હતી કે, એક વ્યક્તિ નશાની હાલતમાં છે. આ બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ કરતા નાયબ મામલતદાર મેહુલભાઈ ભટ્ટ દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે સ્થળ પર જ તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નશાની હાલતમાં અગાઉ પણ ઝડપાઈ ચુક્યા છે

ચિંતાજનક બાબત એ છે કે, આ અધિકારી માટે દારૂના નશામાં ઝડપાવાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ નીલમબાગ પોલીસ દ્વારા આ જ અધિકારીને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા. વારંવાર નશાની હાલતમાં ઝડપાતા આ સરકારી અધિકારીની છબી ખરડાઈ છે. હાલમાં ઘોઘા રોડ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી મેડિકલ તપાસ સહિતની વધુ તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો - Bhavnagar News: સિહોરના બ્રહ્મકુંડમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો, પોલીસે શરૂ કરી તપાસ