android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News: માલણ નદીનો પુલ જર્જરિત થતા મહુવા-ભૂતનાથ માર્ગ બંધ, 20 ગામોનો સંપર્ક કપાયો

calendar_todayMay 14, 2026

Bhavnagar News: માલણ નદીનો પુલ જર્જરિત થતા મહુવા-ભૂતનાથ માર્ગ બંધ, 20 ગામોનો સંપર્ક કપાયો

મહુવાથી ભૂતનાથ તરફ જતો માર્ગ માલણ નદી પરના પુલને કારણે મહત્વનો ગણાય છે. આ પુલ પર જ્યારે દીવાલનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, ત્યારે પુલની નીચેની જમીન સ્લાઈડ (ખસી) થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. પુલની સ્થિતિ અત્યંત નબળી અને જોખમી જણાતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે આ રસ્તો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.

15 થી 20 ગામો પ્રભાવિત, 7 કિમીનો ફેરો વધ્યો

આ પુલ બંધ થવાને કારણે મહુવા તાલુકાના વાઘનગર, નૈપ, અને કળશાર સહિતના આશરે 15 થી 20 જેટલા ગામોનો સીધો સંપર્ક તૂટી ગયો છે. આ ગામના લોકોએ હવે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે અંદાજે 7 કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવો પડી રહ્યો છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ માટે આ સ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

પુલ જોખમી હોવા છતાં લોકો ત્યાંથી અવરજવર ન કરે તે માટે તંત્ર દ્વારા પુલની બંને બાજુએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રસ્તા પર બેરિકેડ્સ લગાવીને વાહનોની એન્ટ્રી રોકી દેવામાં આવી છે. સ્થાનિકોની માંગ છે કે આ પુલનું રિપેરિંગ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા મજબૂત કરવામાં આવે જેથી લાંબા સમય સુધી આ હાલાકી ભોગવવી ન પડે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો