android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News: પાલીતાણાના શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલાયા, 15થી વધુ ગામોને કરાયા એલર્ટ

calendar_todaySeptember 18, 2026

Bhavnagar News: પાલીતાણાના શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલાયા, 15થી વધુ ગામોને કરાયા એલર્ટ

ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેના કારણે આ સીઝનમાં ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. પાણીની વધતી સપાટીને નિયંત્રિત કરવા માટે ડેમના 20 દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના આ તમામ 20 ગેટ 1 ફૂટ જેટલા ખોલીને તેમાંથી અંદાજે 1800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

તળાજા અને પાલીતાણાના 15થી વધુ ગામો એલર્ટ પર

ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવ્યા છે. શેત્રુંજી નદીના પટમાં પાણીનું સ્તર વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તળાજા અને પાલીતાણા તાલુકાના નદી કાંઠાના વિસ્તારોમાં આવેલ 15 થી વધુ ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નદીના કાંઠે અવર-જવર ન કરવા તેમજ પશુઓ કે માછીમારોને નદી તરફ ન જવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

Bhavnagar News: Shetrunjai Dam Gates Opened: 20 Gates Raised in Palitana, 15 Villages on Alert

ભાવનગર જિલ્લા માટે આશીર્વાદરૂપ છે શેત્રુંજી ડેમ

તમને જણાવી દઈએ કે, આ શેત્રુંજી ડેમ સમગ્ર ભાવનગર જિલ્લા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે આસપાસના વિસ્તારોને પીવાનું પાણી તેમજ ખેડૂતો માટે સિંચાઈનું પાણી મોટા પ્રમાણમાં પૂરું પાડે છે. ડેમ છલકાવાથી અને પાણીની વિપુલ માત્રા ઉપલબ્ધ હોવાથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા નિવારી શકાશે, જેને લઈને ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.

Bhavnagar News: Shetrunjai Dam Gates Opened: 20 Gates Raised in Palitana, 15 Villages on Alert


આ પણ વાંચો: Bhavnagharમાં બનાવટી દારૂની ફેક્ટરી કેસમાં રેલવે કર્મચારી સહિત 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ