calendar_todayMarch 11, 2026
Bhavnagar News: પ્લોટ ધારકોએ પ્રોપર્ટી જપ્ત થવાના ડરથી 24 લાખ વેરો ભર્યો, મનપાએ પાંચ ખુલ્લા પ્લોટની હરાજી રોકી
ભાવનગર શહેરમાં મિલકત વેરા મુદ્દે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે.લાંબા સમયથી વેરો બાકી રાખનાર મિલકતધારકો સામે મનપાએ પાંચ ખુલ્લા પ્લોટની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.જોકે, હરાજીની કાર્યવાહી શરૂ થતા જ પ્લોટ ધારકોમાં ચકચાર મચી ગઈ હતી.મનપાની કડક કાર્યવાહી અને મિલકત જપ્ત થવાના ડરથી પ્લોટ ધારકોએ તાત્કાલિક બાકી રહેલો મિલકત વેરો ભરપાઈ કર્યો હતો.
પ્લોટ ધારકોએ 24 લાખ વેરો ભરપાઇ કર્યો
મળતી માહિતી મુજબ વેરાની રકમ ભરાતા મનપાએ પાંચેય ખુલ્લા પ્લોટની હરાજી હાલ માટે મોકૂફ રાખી છે.પ્લોટ ધારકોએ અંદાજે 24 લાખ રૂપિયા જેટલો બાકી વેરો ભર્યો હતો. મહાનગરપાલિકાના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં બાકી રહેલા મિલકત વેરાની વસૂલી માટે આવી જ કડક કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે.
મિલકત જપ્ત થવાના ડરથી નાણાં ચૂકવાયા
વેરો ન ભરનાર મિલકતધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.મનપાની આ કાર્યવાહી બાદ વેપારીઓ અને મિલકતધારકોમાં ફફડાટ જોવા મળ્યો છે. હવે અન્ય બાકીદારોએ પણ ઝડપથી પોતાનો મિલકત વેરો ભરવા આગળ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Rajkot News: આજે પાંચ વોર્ડમાં પાણીકાપ રહેશે, ભાદર લાઇનનો વાલ્વ બદલવાની કામગીરી થશે