android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News: BMCએ એક જ દિવસમાં 1.98 કરોડનો વેરો વસૂલ્યો, 20 મિલકતો સીલ

calendar_todayFebruary 19, 2026

Bhavnagar News: BMCએ એક જ દિવસમાં 1.98 કરોડનો વેરો વસૂલ્યો, 20 મિલકતો સીલ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસૂલવા માટે અત્યંત કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી વેરો ન ભરનારા મિલકતધારકો સામે BMC તંત્રએ લાલ આંખ કરતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાવનગર મનપાના ઘરવેરા વિભાગ દ્વારા માત્ર એક જ દિવસમાં આક્રમક કાર્યવાહી કરીને કુલ રૂપિયા 1.98 કરોડ ના બાકી વેરાની વસૂલાત કરી છે.

20 મિલકતો સીલ, ડિફોલ્ટરોમાં ફફડાટ

ભાવનગર મનપાના અધિકારીઓએ બાકીદારો સામે કડક વલણ અપનાવતા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 20 મિલકતોને સીલ મારી દીધા છે. તંત્રની આ આકસ્મિક અને ઝડપી કાર્યવાહીને કારણે બાકી વેરો ન ભરનારા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અનેક મિલકતધારકો સીલ લાગવાની બીકે તાત્કાલિક વેરો ભરવા માટે ભાવનગર મનપાની કચેરીએ દોડી આવ્યા હતા.

તંત્રની દોડધામ અને કડક સૂચના

નાણાકીય વર્ષના અંતિમ તબક્કા પહેલા મહત્તમ વસૂલાત કરવાના લક્ષ્યાંક સાથે ભાવનગર મનપા દ્વારા આ દોડધામ શરૂ કરવામાં આવી છે. ઘરવેરા વિભાગના જણાવ્યા અનુસાર, જે મિલકતધારકો નોટિસ આપવા છતાં વેરો ભરવામાં આળસ કરી રહ્યા છે, તેમની મિલકતો જપ્ત કરવાની કે સીલ કરવાની પ્રક્રિયા આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, નિયમ મુજબ વેરો ભરવો એ નાગરિકોની ફરજ છે, અન્યથા કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે.


આ પણ વાંચો -  Bhavnagar: ઈવા સુરભી મોલ સહિત 4 સ્થળોએ પોલીસના દરોડા, હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું