android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News : મહુવામાં માલધારી શખ્સને માર મારવાના કિસ્સામાં PSI રાજેશ યાદવ સામે ગુનો નોંધાયો

calendar_todayJanuary 26, 2026

Bhavnagar News : મહુવામાં માલધારી શખ્સને માર મારવાના કિસ્સામાં PSI રાજેશ યાદવ સામે ગુનો નોંધાયો

ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે પોલીસ અને એક માલધારી યુવક વચ્ચે ગંભીર ઝઘડો થયો હતો. આ ઘટનામાં રોડ પરથી માલ-ઢોર દૂર કરવા બાબતે પોલીસ દ્વારા કહેવામાં આવતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને GRD જવાન અને PSI પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ પોલીસે આ શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનામાં ખુંટવડા પોલીસ મથકના પીએસઆઈ સામે ફરિયાદ કરવામાં આવી છે.

ખુટવડા પોલીસ મથકના PSI રાજેશ યાદવ સામે ફરિયાદ

ખુંટવડા ગામે પોલીસ અને એક માલધારી યુવક વચ્ચે થયેલી ગંભીર મારામારી બાદ પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો હતો. હવે ખુંટવડા પોલીસ મથકના પીએસઆઈ રાજેશ યાદવ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ભોગ બનનાર ભાવેશને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગર એસપીએ ખુંટવડાના પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ તેની માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધ્યો ત્યારે તેની એફઆઈઆર જાહેર હતી. પરંતુ જ્યારે આ કેસમાં પીએસઆઈ સામે ગુનો નોંધવામાં આવ્યો ત્યારે તેની એફઆઈઆર ઓનલાઈન સેન્સેટિવ મોડમાં મુકવામાં આવતા અનેક સવાલો ઉભા થયાં છે.


આ પણ વાંચોઃ Bhavnagar: મહુવાના મોટા ખુંટવડામાં ઢોર દૂર કરવાની બબાલમાં GRD જવાન અને PSI પર હુમલો, આરોપી સામે ફરિયાદ નોંધાઇ