android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News : ST બસ સ્ટેન્ડમાં સરાજાહેર હત્યા, મહિલાને ઢીકા-પાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી

calendar_todaySeptember 4, 2026

Bhavnagar News : ST બસ સ્ટેન્ડમાં સરાજાહેર હત્યા, મહિલાને ઢીકા-પાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી

ભાવનગર શહેરમાં પવિત્ર સાતમ-આઠમના તહેવારોની ઉજવણી વચ્ચે એક અત્યંત સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરના મુખ્ય ST બસ સ્ટેન્ડ પરિસરમાં ગઈકાલે બપોર પછી એક મહિલાની સરાજાહેર હત્યા કરવામાં આવતાં સમગ્ર શહેરમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાની ઓળખ કાજલબેન બારૈયા તરીકે થઈ છે. ધમધમતા બસ સ્ટેન્ડમાં દિવસડિયાળે બનેલી આ હિંસક ઘટનાના કારણે ત્યાં હાજર મુસાફરો અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ઢીકાપાટુનો માર મારી નિર્મમ હત્યા, શર્મસાર કરાવાતા CCTV ફૂટેજ આવ્યા સામે

હત્યાની આ ગંભીર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા અને પોલીસ વર્તુળોમાં વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ફૈઝલ ઉર્ફે ખાટકી નામનો શખ્સ કાજલબેન પર તૂટી પડ્યો હતો અને તેમને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. હુમલો એટલો ઘાતકી હતો કે ગંભીર ઈજાઓના કારણે મહિલાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જાહેર સ્થળે દબંગગીરીથી મહિલાની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીની કુર્રતા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

લીવ-ઈન રિલેશનશિપ અને અવારનવારના ઝઘડાનો આવ્યો કરુણ અંજામ

પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મૃતક કાજલબેન અને આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી છેલ્લા ઘણા સમયથી લીવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે કોઈને કોઈ બાબતે અવારનવાર ઉગ્ર ઝઘડા અને તકરાર થતી હતી. આ રોજિંદા કંકાસ અને તણાવનો આખરે પવિત્ર તહેવારના દિવસે આટલો કરુણ અંજામ આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ફૈઝલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Vadodaraમાં PM મોદીના આગમનની તડામાર તૈયારી, ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં મળશે મોટી ભેટ