android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar: ઘોઘાના PSI ના ત્રાસથી કોન્સ્ટેબલે ઝેર ગટગટાવ્યાનો પરિવારનો આરોપ, જવાબદાર PSI સામે ફરિયાદની માગ

calendar_todayJanuary 26, 2026

Bhavnagar: ઘોઘાના PSI ના ત્રાસથી કોન્સ્ટેબલે ઝેર ગટગટાવ્યાનો પરિવારનો આરોપ, જવાબદાર PSI સામે ફરિયાદની માગ

ભાવનગરમાં પોલીસ બેડામાં ચકચાર મચાવનાર હેડ કોન્સ્ટેબલના આપઘાતનો મામલો હવે ગરમાયો છે. ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના મોતના પગલે પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેમાં હવે કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ન્યાયની લડતમાં જોડાયા છે.

પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનો મામલો

અંદાજે ચાર દિવસ પહેલા ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન ભુતેશ્વર ગામ પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પોલીસ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પરિવારના ગંભીર આક્ષેપો PSI ના ત્રાસનો મામલો

મૃતક કોન્સ્ટેબલના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, દિગ્વિજયસિંહને ઘોઘાના PSI (સબ-ઇન્સ્પેક્ટર) દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વારંવારના માનસિક ટોર્ચરને કારણે કંટાળીને તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું છે. આ આક્ષેપોને પગલે હવે ખાખી વર્દીમાં આંતરિક વિખવાદ અને ઉપરના અધિકારીઓના વર્તન સામે સવાલો ઉભા થયા છે.

કરણી સેના મેદાને 

ઘટનાની ગંભીરતા જોતા  રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સહિત ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા. તેમણે મૃતકના પિતા અને શોકતુર પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. કરણી સેનાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "દીકરાને ગુમાવનાર પિતાને ન્યાય મળવો જોઈએ.

આ પણ વાંચો: Junagadh: ધોળા દિવસે સિંહ શ્વાન પાછળ પડ્યો, પાતાપુર ફેક્ટરી પાસેના દ્રશ્યો CCTVમાં કેદ