android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bihar Cabinet Expansion : મંત્રીઓને થઈ વિભાગોની વહેંચણી, નીતિશ કુમારના પુત્ર નિશાંતને મળ્યું સ્વાસ્થ્ય મંત્રાલય

calendar_todayMay 7, 2026

Bihar Cabinet Expansion : મંત્રીઓને થઈ વિભાગોની વહેંચણી, નીતિશ કુમારના પુત્ર નિશાંતને મળ્યું સ્વાસ્થ્ય મંત્રાલય

બિહારમાં નવી સરકારના ગઠન બાદ હવે મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ સામાન્ય વહીવટ, ગૃહ, કેબિનેટ સચિવાલય, વિજિલન્સ, ચૂંટણી, નાગરિક ઉડ્ડયન સહિતના મહત્વપૂર્ણ વિભાગો પોતાની પાસે રાખ્યા છે. સાથે જ જે વિભાગો અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી, તે પણ મુખ્યમંત્રી સંભાળશે.




દામોદર રાવત પરિવહન વિભાગ સંભાળશે

ઉપ મુખ્યમંત્રી વિજય કુમાર ચૌધરીને જળ સંસાધન અને સંસદીય કાર્ય વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે બીજા ડેપ્યુટી સીએમ બિજેન્દ્ર પ્રસાદ યાદવને નાણાં અને વાણિજ્ય કર વિભાગની જવાબદારી આપવામાં આવી છે. મંત્રી શ્રવણ કુમારને ગ્રામ વિકાસ અને માહિતી-પ્રસારણ વિભાગ મળ્યો છે, જ્યારે વિજય કુમાર સિન્હાને કૃષિ વિભાગ સોંપાયો છે. ડૉ. દિલીપ કુમાર જયસ્વાલને આવક અને જમીન સુધારણા વિભાગ તથા નિશાંત કુમારને આરોગ્ય વિભાગની જવાબદારી આપવામાં આવી છે. સરકારે અન્ય ઘણા મહત્વપૂર્ણ વિભાગોની પણ વહેંચણી કરી છે. લેશી સિંહને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, રામ કૃપાલ યાદવને સહકાર વિભાગ અને નીતિશ મિશ્રાને નગર વિકાસ, આવાસ અને માહિતી ટેકનોલોજી વિભાગ સોંપાયો છે. દામોદર રાવત પરિવહન વિભાગ સંભાળશે.

મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી અલગ-અલગ મંત્રીઓને સોંપવામાં આવી

સંજય સિંહ ટાઈગરને ઉચ્ચ શિક્ષણ અને કાયદા વિભાગ, અશોક ચૌધરીને ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગ તથા ભગવાન સિંહ કુશવાહાને યોજના અને વિકાસ વિભાગ મળ્યો છે. શિક્ષણ, ઉર્જા, પર્યાવરણ અને સમાજ કલ્યાણ જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી પણ અલગ-અલગ મંત્રીઓને સોંપવામાં આવી છે. સરકારના આ નિર્ણય બાદ હવે વહીવટી કામગીરીને વધુ ગતિ આપવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો : West Bengal: પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો,રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી,બેનર્જીનો રાજીનામું આપવાનો ઇનકાર