android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bijapur Naxal Attack: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન IED બ્લાસ્ટ, 11 જવાન થયા ઘાયલ

calendar_todayJanuary 26, 2026

Bijapur Naxal Attack: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન IED બ્લાસ્ટ, 11 જવાન થયા ઘાયલ


પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ લગાવેલા પ્રેશર બોમ્બનો જંગલમાં બ્લાસ્ટ થયો હતો.

પ્રેશર બોમ્બ વિસ્ફોટમાં 11 જવાનો ઘાયલ

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલ વિરોધી કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ દરમિયાન જંગલમાં માઓવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા પ્રેશર બોમ્બ વિસ્ફોટમાં 11 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલ કોબ્રા બટાલિયનના સૈનિકની ઓળખ 210મી કોબ્રા બટાલિયનમાં સબ-ઇન્સ્પેક્ટર રુદ્રેશ સિંહ તરીકે થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન કરરેગુટ્ટા પર્વતોના જંગલોમાં વિસ્ફોટ થયા હતા.

ઘાયલોને અપાઇ રહી છે સારવાર

ઘાયલ સુરક્ષા કર્મચારીઓમાંથી દસ રાજ્ય પોલીસના એકમ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ હતા. જ્યારે એક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કોબ્રા બટાલિયનનો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘાયલ કોબ્રા બટાલિયનના સૈનિકની ઓળખ 210મી કોબ્રા બટાલિયનમાં સબ-ઇન્સ્પેક્ટર રુદ્રેશ સિંહ તરીકે થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, સિંહ અને બે DRG સૈનિકોને પગમાં ઇજાઓ થઈ છે. જ્યારે ત્રણ અન્ય લોકોને આંખોમાં છરાના ટુકડા થયા છે.

ગૃહમંત્રી વિજય શર્માની પ્રતિક્રિયા

ગૃહમંત્રી વિજય શર્માએ બીજાપુરના કરરેગુટ્ટામાં થયેલા IED વિસ્ફોટ અંગે નિવેદન આપ્યુ છે. જેમાં 11 સૈનિકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું હતું કે, નક્સલવાદીઓએ કરરેગુટ્ટા ટેકરીઓ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. પરંતુ સુરક્ષા દળોએ તેનો નાશ કર્યો હતો. નક્સલવાદીઓએ તે જ સ્થળે નવો IED પ્લાન્ટ કર્યો હતો. જેમાં નવ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. નક્સલવાદીઓ સામે ઝુંબેશ ચાલુ રહેશે. છત્તીસગઢ 31 માર્ચ સુધીમાં નક્સલમુક્ત થઈ જશે. તેમ ગૃહમંત્રી વિજય શર્માએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ બે બાળકો પર Israelએ કરેલા હુમલા બાદ Gazaમાં સ્થિતિ વણસી, શાંતિ વાર્તા માત્ર કાગળ પર હોવાનું દેખાયુ