calendar_todayJanuary 9, 2026
BJP On Mamta Banerjee: મમતાને કૌભાંડો ઉજાગર થવાનો ડર ? BJPએ મમતા બેનર્જી પર સાધ્યુ નિશાન
પશ્ચિમ બંગાળના સીએમ પર બીજેપીએ આકરા પ્રહાર કર્યા છે. કોલકાતામાં ipac કાર્યાલય પર ઇડીએ દરોડા પાડ્યા હતા. જેને સીએમ મમતા બેનર્જીએ વિરોધ કર્યો હતો. આ અંગે બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે ટીએમસી પર નિશાન સાધ્યું છે.
તેમણે કહ્યું કે ગઇકાલે બંગાળમાં જે થયું તે આઝાદ ભારતમાં પહેલા ક્યારેય થયુ નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જીનું કામ ન માત્ર અનૈતિક પરંતુ ગેર જવાબદાર અને ગેર બંધારણીય છે. તેમણે આખી લોકતાંત્રિક પ્રક્રિયાને શર્મસાર કરી છે.
મમતા ગભરાઇ કેમ ગયા?
રવિશંકરે કહ્યું કે એક ખાનગી કંપનીની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો. અમને સમજાતું નથી કે મમતા બેનર્જી આ અંગે કેમ ગભરાઈ રહ્યા છે. તેમને ડર છે કે તેમના કૌભાંડોના રહસ્યો ખુલ્લા પડી જશે. તપાસ બંધ કરાવી એ કાયદાનું ઉલ્લંઘન છે. જનતા મમતાને જવાબદાર ઠેરવશે.ભાજપે આરોપ લગાવ્યો હતો કે મમતા બેનર્જી બંગાળમાં કોઈપણ તપાસની મંજૂરી આપતા નથી. તેમણે ED અધિકારીઓને ધમકી પણ આપી છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે મમતા બેનર્જી 14 વર્ષથી મુખ્યમંત્રી છે, કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે, અને શાસનને સમજે છે. તેથી જો મમતા બેનર્જીએ બધા નિયમો, કાયદાઓ અને લોકશાહી ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે, તો ત્યાં કંઈક ખૂબ જ સંવેદનશીલ હતું જેને કાઢવાની જરૂર છે.
મમતા શાસનના પાપનો ઘડો ભરાઇ ગયો છે- રવિશંકર પ્રસાદ
ભાજપે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી બંગાળમાં કોઈ તપાસ થવા દેતી નથી. તેમને ડર છે કે તેમના કૌભાંડોના રહસ્યો ખુલ્લા પડી જશે. તપાસ બંધ કરવી એ કાયદાનું ઉલ્લંઘન છે. અમને વિશ્વાસ છે કે થોડા મહિનામાં, બંગાળના લોકો આનો સંપૂર્ણ હિસાબ લેશે. મમતા બેનર્જીના શાસનના પાપોનો ઘડો ભરાઈ ગયો છે.
EDના દરોડાએ હોબાળો મચાવ્યો
ગુરુવાર 8 જાન્યુઆરીના રોજ EDની ટીમે કોલસાની દાણચોરીના કેસની તપાસના ભાગ રૂપે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. I-PACના કોલકાતા નિવાસસ્થાન અને કાર્યાલય પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાના સમાચાર મળતાં જ ગુસ્સે ભરાયેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી IPACના પરિસરમાં દોડી ગયા હતા.