android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
BJP protest: 'બાપ ભી જાએગા...'PM મોદીને પર ખડગેની વિવાદાસ્પદ ટિપ્પણીને લઇને આજે દેશભરમાં BJPનું વિરોધ પ્રદર્શન

calendar_todayOctober 26, 2026

BJP protest: 'બાપ ભી જાએગા...'PM મોદીને પર ખડગેની વિવાદાસ્પદ ટિપ્પણીને લઇને આજે દેશભરમાં BJPનું વિરોધ પ્રદર્શન

બિહારની રાજધાની પટના ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરવામાં આવેલી ટિપ્પણીથી દેશમાં ભારે રાજકીય વિવાદ ઊભો થયો છે. વાંધાજનક અને અભદ્ર નિવેદન સામે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ આજે દેશભરમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. ભાજપ કોંગ્રેસ પ્રમુખ પાસેથી બિનશરતી માફીની માંગ કરી રહ્યું છે.

શું હતો સમગ્ર વિવાદ?

બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિંહની જન્મજયંતિ નિમિત્તે પટનામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું કે "વડાપ્રધાન ક્યાંય જશે નહીં", જેના જવાબમાં ખડગેએ "મોદીના પિતા પણ જશે" જેવી ટિપ્પણી કરી વિવાદ ઊભો કર્યો હતો. ભાજપના નેતાઓએ આ ટિપ્પણીને અત્યંત અપમાનજનક અને વડાપ્રધાનના પરિવારની ગરિમા પર હુમલો ગણાવી છે. પાર્ટીનું કહેવું છે કે શાસન અને નીતિઓની ટીકા કરવાના બદલે વ્યક્તિગત હુમલા કરીને કોંગ્રેસે રાજકીય ચર્ચાનું સ્તર નીચું લાવવાનું કામ કર્યું છે.
=" target="_blank">

=

દેશભરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

આ વાંધાજનક નિવેદનના વિરોધમાં ભાજપના તમામ રાજ્ય એકમો દેશભરના રાજ્ય મુખ્યાલયોની બહાર શાંતિપૂર્ણ પરંતુ મક્કમ વિરોધ પ્રદર્શનો યોજશે. પાર્ટીના પ્રવક્તાઓએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, દેશવ્યાપી આંદોલન દ્વારા એ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે વડાપ્રધાન કે તેમના પરિવાર પ્રત્યે આવી મર્યાદાહીન ભાષા અને ટિપ્પણીઓ સહેજ પણ સહન કરવામાં આવશે નહીં. લોકશાહીમાં રાજકીય મતભેદો હોઈ શકે પરંતુ પરસ્પર આદર અને જાહેરમાં શિષ્ટાચાર જાળવવો અનિવાર્ય છે.

રવિશંકર પ્રસાદનો આકરો પ્રહાર

બીજી તરફ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પ્રમુખના આ નિવેદનને અત્યંત શરમજનક ગણાવ્યું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું કોંગ્રેસ પક્ષનું સ્તર આ હદ સુધી ઘટી ગયું છે? રવિશંકર પ્રસાદે આક્ષેપ કર્યો કે સતત ચૂંટણીઓ હાર્યા બાદ કોંગ્રેસ બંધારણીય સંસ્થાઓ, સૈન્ય અને સંસદીય મર્યાદાઓ પર હુમલા કરતી આવી છે અને હવે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી ઘૃણાસ્પદ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Brazil: લુલા દા સિલ્વાએ રચ્યો ઇતિહાસ, 80 વર્ષની ઉંમરે ચોથી વખત બનશે રાષ્ટ્રપતિ