calendar_todayJanuary 9, 2026
BMC Election 2026: ચૂંટણી વચ્ચે બીજેપીની મોટી કાર્યવાહી, પાર્ટીએ 26 કાર્યકર્તાઓને હાંકી કાઢ્યા
બીએમસી ઇલેક્શન વચ્ચે મુંબઇમાં બીજેપીએ પોતાના કાર્યકર્તાઓ પર મોટુ એક્શન લીધુ છે. બીજેપી મુંબઇ અધ્યક્ષ અમિત સાટમએ પાર્ટી વિરોધી કાર્યનો હવાલો આપીને 26 કાર્યકર્તાઓને બહારને રસ્તો બતાવ્યો છે. આ 26 કાર્યકર્તાઓને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
અમિત સાટમે જાહેર કરી નોટિસ
અમિત સાટમ દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે વારંવાર ખાતરી આપવા છતાં, 2026 ની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મહાયુતિના ઉમેદવારને સહકાર ન આપવા બદલ આ કાર્યકરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નોટિસ ગુરુવાર, 8 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી.
નોટિસમાં 26 કામદારોના નામ નીચે મુજબ છે:
1. આશાવરી પાટીલ
2. મુક્તા મહેશ પટેલ
3. સુચિત્રા નાઈક
4. જૈમુર્ગન નાદર
5. દિવેશ યાદવ
6. અયોધ્યા પંથક
7. સુચિત્રા સંદિપ જાધવ
8. કે. રાકેશ કોહેલો
9. દિવ્યા ઢોલે
10. ઉર્મિલા ગુપ્તા
11. સુષ્મા દેશમુખ
12. સ્નેહાલી વાડેકર
13. પ્રિયા પ્રવિણ મારગજ
14. પ્રવિણ મારગજ
15. સંગીતા ખુટવડ
16. પ્રશાંત ઠાકુર
17. ધનશ્રી અજય બાગલ
18. વિનિત સિંહ
19. સરબતજીત સિંહ સંધુ
20. અમિત શેલાર
21. શોભા સલગાંવકર
22. મોહન અંબેકર
23. સુશીલ સિંહ
24. નેહલ શાહ
25. સિદ્ધેશ કોયંદે
26. જાન્હવી રાણે
કેમ પાર્ટીએ કર્યા સસ્પેન્ડ ?
2026 માં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક તાકાત અને શિસ્ત જાળવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. અમિત સાટમ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે સંબંધિત કાર્યકરોને વારંવાર ચેતવણી આપવા છતાં તેઓએ અધિકૃત મહાયુતિ ઉમેદવારોને સહકાર આપ્યો ન હતો. પક્ષના નેતૃત્વ અનુસાર આ વર્તન પક્ષની નીતિ, શિસ્ત અને ચૂંટણી વ્યૂહરચના વિરુદ્ધ છે, તેથી જ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ