android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
BMC Election Results: 50થી વધુ બેઠકો પર બીજેપી ગઠબંધનની લહેર, ઉદ્ધવ અને રાજનું ગઠબંધન પાછળ

calendar_todayJanuary 16, 2026

BMC Election Results: 50થી વધુ બેઠકો પર બીજેપી ગઠબંધનની લહેર, ઉદ્ધવ અને રાજનું ગઠબંધન પાછળ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત તમામ 29 મ્યુનિસિપલ બોડી ચૂંટણીને લઇને મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી વલણોમાં 48 બેઠકો પર બીજેપી ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ માત્ર 5 બેઠકો પર જ આગળ છે. અન્ય પક્ષ 7 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.કલ્યાણ ડોંબિવલીમાં MNSનું ખાતું ખૂલ્યું છે. પુણે અને નાગપુર, થાણે અને ભિવંડીમાં માં બીજેપી સતત આગળ ચાલી રહ્યુ છે.

ક્યાં કોની થઇ છે જીત ?

  • વોર્ડ 183માં કોંગ્રેસના ઉમેદવારની જીત
  • વોર્ડ 163માં બીજેપી ઉમેદવારની જીત
  • 182 દાદરમાં શિવસેના UBTના ઉમેદવારની જીત
  • માહિમથી ઉદ્ધવ જૂથના ઉમેદવારની જીત
  • દહિસરથી તેજસ્વી ઘોસલાની જીત
  • 164 વોર્ડમાંથી શિંદે જૂથના ઉમેદવારની જીત
ગુરુવારે સવારે 10 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. 227 વોર્ડવાળા BMC માટે મતદાન થયું હતું. 2017માં 55.53 ટકા મતદાન થયું હતું, જે 52.94 ટકા હતું. BMCમાં ભાજપે લીડ મેળવી છે, પરંતુ ઠાકરે ભાઈઓ પણ મજબૂત પડકાર ઉભો કરી રહ્યા છે.


શરૂઆતી વલણોમાં ભાજપ આગળ 


શરૂઆતના વલણો દર્શાવે છે કે ભાજપ તેની લીડ જાળવી રાખશે. ભાજપ ઉપરાંત, શિંદે જૂથ, શિવસેના અને એનસીપી પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. સૌથી રસપ્રદ પરિણામો પુણેથી આવી રહ્યા છે, જ્યાં ભાજપ અને એનસીપી વચ્ચે કાંટાની ટક્કર છે, પરંતુ ભાજપ ઘણું આગળ હોવાનું જણાય છે.

કોલ્હાપુરમાં 4 બેઠકો બીજેપીએ જીતી

નાગપુરમાં ભાજપનું વર્ચસ્વ અકબંધ હોવાનું જણાય છે. નાગરિક ચૂંટણીના પ્રથમ પરિણામો કોલ્હાપુરથી આવ્યા છે, જેમાં ભાજપે ચાર બેઠકો જીતી છે. વસઈ-વિરારમાં બહુજન વિકાસ આઘાડી આગળ છે.


BMCમાં ભાજપ 50થી વધુ બેઠકો પર આગળ

અત્યાર સુધીના વલણો દર્શાવે છે કે BMCમાં ભાજપ અને તેના સાથી પક્ષો 50 થી વધુ બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 4 બેઠકો પર આગળ છે. ઠાકરે ભાઈઓના બંને પક્ષોએ 25થી વધારે બેઠકો પર આગળ છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપ આગળ છે, જ્યારે સંભાજીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIM 5 બેઠકો પર આગળ છે.


ગણતરી કેવી રીતે થઈ રહી છે

વિવિધ સ્થળોએ 23 ગણતરી ખંડો બનાવવામાં આવ્યા છે. આ ગણતરી પ્રક્રિયા માટે તૈયાર કરાયેલ વિગતવાર યોજનાને મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભૂષણ ગગરાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગણતરી પ્રક્રિયા ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર પૂર્ણ કરવામાં આવશે અને આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવામાં આવશે. ગણતરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક આયોજન અને કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી સાવચેતી રાખવામાં આવી છે.