android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Board exam rules : CBSE હોય કે GSBC, પરીક્ષા પહેલા બીમાર પડ્યા તો શું? જાણો નિયમો

calendar_todayFebruary 12, 2026

Board exam rules : CBSE હોય કે GSBC, પરીક્ષા પહેલા બીમાર પડ્યા તો શું? જાણો નિયમો

બોર્ડ પરીક્ષાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ જો પરીક્ષાના દિવસે અચાનક તબિયત બગડે કે કોઈ કટોકટી સર્જાય તો શું કરવું? CBSE અને GSBC (GSHSEB) બોર્ડના નિયમો સમજવા જરૂરી છે.

CBSE બોર્ડના નિયમો

CBSE (ધોરણ 10 અને 12) બોર્ડ પરીક્ષાઓમાં ગેરહાજરી બાબતે નિયમો કડક છે. જો વિદ્યાર્થી બીમારી, અકસ્માત કે કૌટુંબિક કારણોસર પરીક્ષા આપી શકતો નથી, તો અલગથી “મેક-અપ પરીક્ષા” લેવામાં આવતી નથી. તબીબી પ્રમાણપત્ર હોવા છતાં સામાન્ય રીતે ફરી પરીક્ષા આપવાની તક મળતી નથી.

બીમાર હોવા છતાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચે

જો વિદ્યાર્થી બીમાર હોવા છતાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચે છે, તો તેને પરીક્ષા આપવા દેવામાં આવે છે. કેન્દ્ર પર પાણી, બેઠક જેવી મૂળભૂત સુવિધા આપવામાં આવે છે, પરંતુ વધારાનો સમય સામાન્ય રીતે આપવામાં આવતો નથી. એકવાર પ્રશ્નપત્ર ઉકેલવાનું શરૂ થાય એટલે વિદ્યાર્થી હાજર ગણાય છે.

ગંભીર બીમારી હોય તો ગેરહાજર

જો ગંભીર બીમારીના કારણે વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ હોય અને પરીક્ષા આપી ન શકે, તો તેને ગેરહાજર ગણવામાં આવે છે. આવા કિસ્સામાં વિદ્યાર્થી પછી “કમ્પાર્ટમેન્ટ પરીક્ષા” આપી શકે છે. જો કોઈ મુખ્ય વિષયમાં નિષ્ફળતા મળે, તો અંતિમ પરિણામમાં પાસ જાહેર કરાતા નથી જ્યાં સુધી તે વિષય પાસ ન થાય. ગ્રેસ માર્ક્સ માત્ર હાજર રહીને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જ મળે છે. ગેરહાજર વિદ્યાર્થીઓ માટે આ લાગુ પડતું નથી.

GSBC (GSHSEB) બોર્ડના નિયમો

GSBC (ગુજરાત બોર્ડ)માં નિયમો થોડા અલગ છે. જો પરીક્ષા દરમિયાન તબિયત બગડે અથવા અકસ્માત થાય, તો તરત જ કેન્દ્ર સંચાલકને જાણ કરવી જરૂરી છે. જો વિદ્યાર્થી તબીબી કારણોસર મુખ્ય પરીક્ષામાં બેસી શકતો નથી, તો તે પૂરક પરીક્ષા (Supplementary Exam)માં “નિયમિત ઉમેદવાર” તરીકે બેસી શકે છે. આથી વિદ્યાર્થીનું એક વર્ષ બગડે નહીં. જો હાથમાં ઈજા હોય અથવા લેખિત પરીક્ષા આપી શકતા ન હોય, તો “રાઈટર” (Writer) માટે અગાઉથી જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને અરજી કરવી પડે છે. હંમેશા મેડિકલ સર્ટિફિકેટ, ડૉક્ટરની રિપોર્ટ અને જરૂરી દસ્તાવેજો સાચવી રાખવા. શાળા અને બોર્ડના નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.

આવી સ્થિતિમાં શું કરવું?

  • ગભરાશો નહીં અને તાત્કાલિક શાળાને જાણ કરો.
  • તમામ મેડિકલ દસ્તાવેજો એકત્રિત કરો.
  • CBSEમાં કમ્પાર્ટમેન્ટ પરીક્ષા અને GSBCમાં પૂરક પરીક્ષા વિશે અગાઉથી માહિતી મેળવો

ન્દ્ર સંચાલક સાથે સતત સંપર્કમાં

શાળાના આચાર્ય અને કેન્દ્ર સંચાલક સાથે સતત સંપર્કમાં રહો. CBSE હોય કે GSBC, બોર્ડના નિયમો સ્પષ્ટ અને નિશ્ચિત હોય છે. યોગ્ય માહિતી અને સમયસર પગલાં લીધા જાય તો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બચાવી શકાય છે. પરીક્ષા પહેલા નિયમો જાણવાથી અનાવશ્યક તણાવ ટાળી શકાય છે

આ પણ વાંચો : Space Debris : 2030 સુધી ફ્લાઇટ વિલંબ વધશે? અવકાશ કાટમાળથી ઊભો નવો ખતરો