android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bodeli: બોડેલી નગરપાલિકામાં ભાજપના, 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

calendar_todayApril 15, 2026

Bodeli: બોડેલી નગરપાલિકામાં ભાજપના, 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપાને મોટી સફળતા હાંસલ કરી છે અને 6 બેઠકો પર પોતાના ઉમેદવારોને બિનહરીફ જીત અપાવવામાં સફ્ળતા મેળવી છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા રહ્યો રહ્યો છે.

બોડેલી નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 28 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન કુલ 83 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણી બાદ 10 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે બાકી રહેલા 69 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે.

ખાસ કરીને વોર્ડ નં. 5 ભાજપ માટે સૌથી મજબૂત સાબિત થયો છે. આ વોર્ડમાં ભાજપની સંપૂર્ણ પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે, જે પાર્ટી માટે મોટી રાજકીય જીત ગણાઈ રહી છે. વોર્ડ નં. 5માં મૈત્રી જૈમિન શાહ, રાધિકાબેન સંતોષભાઈ મોરે, કાર્તિકભાઈ દિલીપભાઈ શાહ અને ઉમેશભાઈ રામદાસ રાઠવા બિનહરીફ જાહેર થયા છે. એક જ વોર્ડમાં ચારેય બેઠકો પર બિનહરીફ જીત ભાજપની સંગઠન શક્તિ અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ દર્શાવે છે.

તે ઉપરાંત વોર્ડ નં. 7માં સલમા જિયાઉદ્દીન મનસુરી અને વોર્ડ નં. 2માં ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ રીતે કુલ 6 બેઠકો પર ભાજપે વિના મતદાન જીત મેળવી છે.

હવે બાકીના 69 ઉમેદવારો વચ્ચે જોરદાર ચૂંટણી જંગ જામવાનો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો ભાજપ સામે ટક્કર આપવા મેદાને ઉતર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો