android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bodeli: બોડેલી ખાતે ઓરસંગ બ્રિજ ઉપર અકસ્માતમાં 7નો બચાવ, ટ્રાફિક જામ

calendar_todayApril 13, 2026

Bodeli: બોડેલી ખાતે ઓરસંગ બ્રિજ ઉપર અકસ્માતમાં 7નો બચાવ, ટ્રાફિક જામ

બોડેલીના ઓરસંગ બ્રિજ પર ટ્રેક્ટર અને હાઈવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર 7 લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પુલ પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બોડેલી રાજપીપળાને જોડતા નેશનલ હાઇવે ઉપર આવેલ ઓરસંગ બ્રિજ ઉપરથી મોડાસર તરફથી મકાઈના રાડા ભરેલું એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક હાઈવા ટ્રકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટરમાં ભરેલા મકાઈના રાડા પુલ પર વેરવિખેર થઈ ગયા હતા. આ ટ્રેક્ટરમાં કુલ 7 શ્રમિકો સવાર હતા. સદ્નસીબે, ટ્રેક્ટર પુલના પિલર સાથે અથડાઈને અટકી ગયું હતું. ઓરસંગ નદીમાં ખાબકતા બચી ગયું હતું. જો ટ્રેક્ટર નદીમાં પડયું હોત, તો મોટી જાનહાનિ થઈ હોત. હાલમાં તમામ શ્રમિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઓરસંગ બ્રિજની જર્જરિત હાલત અને સુરક્ષાના કારણોસર કલેક્ટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં નિયમોનો ભંગ કરીને ભારે વાહનો અહીંથી પસાર થતા હોય છે તેને રોક લગાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો