android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bodeli: નગરમાં મુશળધાર વરસાદ બપોરે રાતના 8 જેવો માહોલ છવાયો

calendar_todaySeptember 12, 2026

Bodeli: નગરમાં મુશળધાર વરસાદ બપોરે રાતના 8 જેવો માહોલ છવાયો

બોડેલી પંથક સહિત જિલ્લામાં લાંબા વરસાદી વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. વહેલી સવારથી જ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો અને છોટાઉદેપુર, પાનવડ સહિતપંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતોને વરસાદ પડતાં રાહત થઇ છે.

છોટાઉદેપુર જિલ્લામાં દોઢ માસના લાંબા વરસાદી વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ આકાશમાં વરસાદી વાદળો છવાયા હતા. છોટાઉદેપુર, પાનવડ સહિત બોડેલી પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને અલ-નીનોની અસરને કારણે ચોમાસું નબળું પડતા જિલ્લામાં ચિંતાના વાદળ ઘેરાયા હતા. દોઢ માસ બાદ ભાદરવાની શરૂઆતમાં બોડેલી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ચલામલીમાં ગણતરીની મિનિટોમાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા નજરે પડયા હતા. વરસાદથી પાકને જરૂરી ભેજ મળવાની આશા જાગી છે. તમામ ધર્મના લોકો દ્વારા સારા વરસાદ માટે પ્રાર્થના કરાઇ હતી. ભાદરવાની શરૂઆત સાથે મેઘમહેરથી ખેતરોમાં ઉભેલા ચોમાસુ પાકને નવુજીવન મળવાની આશા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો