android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bodeli: પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદિપ મંત્રને વરેલી બોડેલી PMશ્રી કન્યા શાળા

calendar_todayMay 4, 2026

Bodeli: પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદિપ મંત્રને વરેલી બોડેલી PMશ્રી કન્યા શાળા

છોટાઉદેપુર જિલ્લાના વેપારી મથક એવા બોડેલીની 'બોડેલી કન્યા શાળા' છેલ્લા પાંચ દાયકાથી પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રિદપ મંત્રને ચરિતાર્થ કરે છે.

વર્ષ 1957થી આજ સુધી આ શાળાનો ઈતિહાસ અત્યંત ગૌરવશાળી છે. 18 ફેબ્રુઆરી 1957ના રોજ જ્યારે બોડેલી વડોદરા જિલ્લાનો ભાગ હતું, ત્યારે તાલુકા પ્રાથમિક શાળાની સ્થાપના કરાઇ હતી. શરૂઆતમાં આ મિશ્ર શાળા હતી. પરંતુ વિદ્યાર્થિનીઓની સંખ્યામાં સતત વધારો થતા 1 ઓક્ટોબર 1975ના રોજ 'બોડેલી કન્યા શાળા'ની સ્થાપના કરવામાં આવી . આજે આ સંસ્થા 'PM SHRI ગુજરાત' અંતર્ગત પસંદગી પામીને આધુનિક શિક્ષણનું કેન્દ્ર બનીછે.

આધુનિક સુવિધાઓ અને શૈક્ષણિક કાર્યની માહિતી આપતા શાળાના આચાર્ય સંદિપ જયસવાલ જણાવે છે કે, SSA અંતર્ગત શાળાને નવા 9 સુસજ્જ ઓરડાઓ પ્રાપ્ત થયા છે. આસપાસના ગામડાઓમાંથી આવતી દીકરીઓ માટે ખાસ ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, જેથી કોઈ પણ કન્યા શિક્ષણથી વંચિત ન રહે. શાળામાં બાલવાટિકા થી ધોરણ 8 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. નાના બાળકો માટે પ્રવૃત્તિમય શિક્ષણ અને ધોરણ 6 થી 8 માટે વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા તપાસ પદ્ધતિથી ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવે છે.

વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ કલા અને કૌશલ્યનો પણ સમન્વય જોવા મળે છે. ગણિત-વિજ્ઞાનની પ્રયોગશાળા, કોમ્પ્યુટર શિક્ષણ, ડાન્સ અને સ્પોર્ટ્સ માટે ખાસ રિસોર્સ પર્સનની નિમણૂક કરાઇ છે. વોકેશનલ એજ્યુકેશન દ્વારા કન્યાઓને વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપી આત્મનિર્ભર બનાવાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો