android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bomb Threat : ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની અનેક અદાલતોને RDX થી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

calendar_todayJanuary 6, 2026

Bomb Threat : ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની અનેક અદાલતોને RDX થી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

ગુજરાતની ન્યાયિક સંસ્થાઓ માટે આજનો દિવસ અત્યંત સુરક્ષા ચિંતાજનક સાબિત થયો છે. ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ સિટી સિવિલ કોર્ટ, સુરત, રાજકોટ, ભરૂચ અને આણંદની જિલ્લા અદાલતોને RDX જેવા શક્તિશાળી વિસ્ફોટકોથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે. ધમકી મળતાની સાથે જ જે-તે શહેરની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે તમામ કોર્ટ સંકુલને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા અને ન્યાયાધીશો, વકીલો તેમજ અરજદારોને સુરક્ષિત બહાર કાઢી પોલીસ દ્વારા સમગ્ર પરિસરને સીલ કરી દેવામાં આવ્યું હતું.

રાજ્યવ્યાપી બોમ્બ થ્રેટ

ઘટનાની ગંભીરતાને જોતા દરેક અસરગ્રસ્ત જિલ્લામાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એકસાથે અનેક કોર્ટોને નિશાન બનાવવાની ધમકી મળતા આ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા છે. સાયબર સેલ અને ગુપ્તચર એજન્સીઓ આ ધમકી ક્યાંથી અને કોણે મોકલી તેની તપાસમાં લાગી ગઈ છે. રાજ્યની તમામ અદાલતોમાં પ્રવેશતા લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : સુરત બાદ હવે અમદાવાદ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી