android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad : રાણપુરમાં મતદાર યાદી મુદ્દે હોબાળો, જીવિત હોવા છતાં 112 નાગરિકોને નામ કમીની નોટિસ

calendar_todayJanuary 27, 2026

Botad : રાણપુરમાં મતદાર યાદી મુદ્દે હોબાળો, જીવિત હોવા છતાં 112 નાગરિકોને નામ કમીની નોટિસ

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મતદાર યાદી સુધારણા કામગીરી દરમિયાન ગંભીર ગેરરીતિ સામે આવતાં ભારે હોબાળો સર્જાયો છે.

જીવિત હોવા છતાં 112 નાગરિકોને નામ કમીની નોટિસ

જીવિત અને નિયમિત મતદાન કરનાર હોવા છતાં 112 નાગરિકોને ફોર્મ નં. 7 હેઠળ ખોટી રીતે નામ કમી માટે નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

112 નાગરિકોની સંયુક્ત લેખિત અરજી

આ ઘટનાથી રોષે ભરાયેલા રહીશો રાણપુર મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને 112 નાગરિકોની સંયુક્ત લેખિત અરજી આપી કડક રજૂઆત કરી હતી.

તટસ્થ તપાસ થવી જરૂરી

રહીશોએ આક્ષેપ કર્યો કે, વાંધા અરજી કરનાર વ્યક્તિ દ્વારા ખોટી માહિતી આપી નામ કમી માટે કાર્યવાહી કરાવવામાં આવી છે, જેની તટસ્થ તપાસ થવી જરૂરી છે.

તમામ 112 નાગરિકોના નામ યથાવત્ રખાય

રહિશોએ સ્પષ્ટ માંગ કરી હતી કે, ખોટી રીતે રદ કરાયેલા તમામ 112 નાગરિકોના નામ યથાવત્ મતદાર યાદીમાં પુનઃસ્થાપિત કરવામાં આવે. સાથે જ જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.

આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન

આ મુદ્દે રાણપુર મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે, રહીશોએ ચીમકી આપી છે કે જો યોગ્ય અને ન્યાયસંગત કાર્યવાહી નહીં થાય તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


આ પણ વાંચો----    Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ