calendar_todayFebruary 5, 2026
Botadમાં 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં પોલીસે આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કર્યું
બોટાદ જિલ્લામાં 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં પોલીસે આજે આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કર્યું છે.
રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું
પોલીસ દ્વારા આરોપી જેરામ ઈશ્વર ભાલાળાને ઘટનાસ્થળે લઇ જઈ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં તેણે સગીરાને કયા સ્થળે અને કેવી રીતે લઈ ગયો તેની વિગતો મેળવી હતી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રી-કન્સ્ટ્રક્શન દરમિયાન બોટાદ DYSP મનીષા દેસાઈ, LCB અને SOG સહિત પોલીસ કાફલાએ હાજરી આપી.
દુકાનદારે તેને પકડીને બાજુના મકાનમાં લઇ જઈ દુષ્કર્મ કર્યું
ગત 2 ફેબ્રુઆરીના રોજ બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. સગીરા કરીયાણાની દુકાન પર વસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદારે તેને પકડીને બાજુના મકાનમાં લઇ જઈ દુષ્કર્મ કર્યું હતું.
પરિવારજનોએ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
સગીરાના પરિવારજનોએ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તત્કાળ આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો----- Gandhinagar : કેન્દ્રિય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, ડબલ એન્જિન સરકાર ડબલ વેગથી વિક્સિત ભારત માટે ગુજરાત લીડ લેશે