android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad: ઢાંકણીયા રોડ પર તંત્રનું ડિમોલિશન; 3 નોટિસ છતાં ન હટતા કાર્યવાહી!

calendar_todayOctober 21, 2026

Botad: ઢાંકણીયા રોડ પર તંત્રનું ડિમોલિશન; 3 નોટિસ છતાં ન હટતા કાર્યવાહી!

બોટાદ શહેરમાં સરકારી જમીન અને જાહેર માર્ગો પર થયેલા ગેરકાયદે દબાણો સામે વહીવટી તંત્રે કડક વલણ અપનાવ્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા ઢાંકણીયા રોડ પર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ની બરાબર સામેના વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોડની બંને તરફ થયેલા ગેરકાયદે કાચા અને પાકા બાંધકામો પર જેસીબી ફેરવી દઈ માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. સ્થાનિક દબાણકારોને તંત્ર દ્વારા અગાઉ ત્રણ-ત્રણ વખત કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં સ્વેચ્છાએ દબાણો ન હટાવાતાં આખરે તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી બુલડોઝર એક્શન લીધું હતું.

12 મીટર સુધીના દબાણો પર ફરી વળ્યું જેસીબી

7થી વધુ સ્થળોએ સપાટો: મુખ્ય માર્ગ નજીક ખડકી દેવાયેલા 7 થી વધુ સ્થળો પર તંત્રએ સીધી કાર્યવાહી કરી હતી.વર્ષોથી રોડની સાઇડમાં પતરાં, નળિયાં કે પાકી દીવાલો ચણીને ઊભા કરાયેલા ઓટલા, દુકાનો અને શેડ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. રોડની મધ્યમાંથી બંને બાજુ ૧૨ મીટર સુધીના માર્ગ વિસ્તારને દબાણમુક્ત કરવામાં આવ્યો હતો, જેથી ટ્રાફિક વ્યવહાર સુગમ બની શકે.

3 વખત નોટિસ છતાં દાદ ન આપતાં લેવાયાં આકરાં પગલાં

માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ તમામ દબાણકારોને અગાઉ સ્વેચ્છાએ બાંધકામો હટાવી લેવા માટે ત્રણ વખત લેખિત નોટિસો પાઠવવામાં આવી હતી.મુદત પૂર્ણ થવા છતાં જગ્યા ખાલી ન કરાતાં વહીવટી તંત્રે પોલીસ સ્ટાફને સાથે રાખીને ડિમોલિશનનો નિર્ણય લીધો હતો.કામગીરી શરૂ થતાં જ કેટલાક સ્થાનિક રહીશો અને વેપારીઓએ અધિકારીઓ તેમજ પોલીસ કાફલા સાથે સામાન્ય રકઝક અને બોલાચાલી કરી વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, પોલીસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળીને દબાણકારોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર કામગીરી આટોપી લેવાઈ હતી.

આ પણ વાંચો:  Jamnagar: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોનું આગમન; મુકેશ અંબાણી સાથે $300 બિલિયનની મેગા ડીલ અને વનતારાની મુલાકાત!