calendar_todayApril 27, 2026
Botad: રાણપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ 64.53% મતદાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. મતદારોમાં ઉત્સાહ જોવા મળતા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર સારો પ્રતિસાદ મળ્યો છે. જ્યારે જિલ્લા પંચાયતની રાણપુર તાલુકાની ચાર બેઠકો પર થયેલ મતદાનમાં રાણપુર સીટ પર 67.71 ટકા, ઉમરાળા સીટ પર 71.18 ટકા, જાળીલા સીટ પર 58.04 ટકા અને નાગનેશ સીટ પર 60.63 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે તાલુકા પંચાયતની બેઠકો પર પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ઉમરાળા સીટ પર સૌથી વધુ 83.65 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે રાણપુર-1 પર 77.12 ટકા અને રાજપરા પર 73.67 ટકા મતદાન નોંધાયું છે. બીજી તરફ્ ગુંદા (44.94%) અને સુંદરિયાણા (46.62%) સીટ પર પ્રમાણમાં ઓછું મતદાન થયું છે.તાલુકાની અન્ય બેઠકોમાં અલમપુર 65.88%, અળવ 58.39%, ચંદરવા 65.84%, દેવળીયા 70.66%, ધારપીપળા 67.39%, જાળીલા 56.33%, ખસ 61.25%, કુંડલી 68.47%, માલણપુર 57.83%, મોટીવાવડી 67.71%, નાગનેશ 58.34%, રાણપુર-2 70.44% અને રાણપુર-3 પર 66.78% મતદાન નોંધાયું છે. આ રીતે રાણપુર તાલુકામાં કુલ સરેરાશ 64.53 ટકા મતદાન નોંધાતા ચૂંટણી પ્રક્રિયા સફ્ળતાપૂર્વક પૂર્ણ થઈ છે. હવે મતગણતરીના દિવસે પરિણામોને લઈને રાજકીય પક્ષોમાં ઉત્સુકતા વધતી જોવા મળી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો