calendar_todayMarch 4, 2026
Botad News: સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીનો મંત્રી હનીફ કુરેશી સભાસદોના 25 લાખ લઈ ફરાર
બોટાદમાં ક્રેડિટ સોસાયટીમાં ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. મંત્રી હનિફ કુરેશી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સભાસદોના 25 લાખ રૂપિયા લઈ મંત્રી ફરાર થયો છે. હનીફ સોસાયટીની ઓફિસે તાળા મારી ગાયબ થયો છે. પોલીસે વિવિધ કલમો હેઠળ હનીફ કુરેશી વિરુધ ગુનો દાખલ કર્યો છે.
હનીફ સોસાયટીની ઓફિસે તાળા મારી થયો ગાયબ
બોટાદ સૌરાષ્ટ્ર ક્રેડિટ કો.ઓ.સોસાયટીના મંત્રી હનીફ કુરેશીએ સભાસદોના ખાતામાંથી ઉચાપત કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે. હનીફ હમીર કુરેશીએ સોસાયટીના પ્રમુખ સહિત 11 જેટલા સભાસદો સાથે ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સોસાયટીના મંત્રી હનીફ કુરેશીએ સભાસદોએ આપેલ થાપણની રકમ ખાતામાં ઓછી દેખાડી ખાતામાંથી 25.80 લાખ રૂપિયાની ઉચાપત કરી છે. હનીફ કુરેશી ઉચાપત કરી સોસાયટીની ઓફિસને તાળા મારી ફરાર થયો છે.સોસાયટીના પ્રમુખ કિશોરભાઈ કાપડીયાએ હનીફ કુરેશી વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોધાવી અને કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
આ પણ વાંચોઃ Gir Somnath News: પોલીસે દરોડા પાડીને બે વર્ષ જૂનો 16 હજાર લીટર ભેળસેળયુક્ત કેરીના રસનો જથ્થો ઝડપ્યો