android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad News: દુકાનમાંથી બિલ વગરના 45 મોબાઈલ મળતા ખળભળાટ, 12.45 લાખનો મુદ્દામાલ જપ્ત

calendar_todayMay 6, 2026

Botad News: દુકાનમાંથી બિલ વગરના 45 મોબાઈલ મળતા ખળભળાટ, 12.45 લાખનો મુદ્દામાલ જપ્ત

બોટાદ શહેરના ટાવર રોડ પર આવેલી મોબાઈલની દુકાનોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. આ કાર્યવાહી દરમિયાન બિલ વગરના અને શંકાસ્પદ મોબાઈલ ફોનનો મોટો જથ્થો ઝડપાયો છે.

બડીયા મોબાઈલમાંથી મળ્યા 45 ફોન

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એસઓજીની ટીમે ટાવર રોડ પર આવેલી 'બડીયા મોબાઈલ' નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન દુકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડેડ કંપનીના 45 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જ્યારે પોલીસે આ મોબાઈલના ખરીદ-વેચાણના બિલો કે અન્ય કોઈ કાયદેસરના પુરાવા માંગ્યા, ત્યારે દુકાનદાર કોઈ પણ સંતોષકારક દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો.

દુકાનદારની અટકાયત અને મુદ્દામાલ જપ્ત

પુરાવા ન હોવાથી પોલીસે ગેરકાયદે ગણીને રૂપિયા 12,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે દુકાનદાર યોગેશ ઈશ્વરભાઈ ચૌહાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ચોરીના મોબાઈલના વેચાણ અને ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ દ્વારા આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં અન્ય દુકાનો પર પણ તપાસનો કોરડો વીંઝાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો - Botadના રાણપુર પંથકમાં પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ, ઉનાળુ પાકને નુકસાનની ભીતિ