android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad News: LCB પોલીસે રાજસ્થાનના યુવકને રૂ.3.36 લાખના MD ડ્રગ્સ સાથે દબોચ્યો

calendar_todayMarch 3, 2026

Botad News: LCB પોલીસે રાજસ્થાનના યુવકને રૂ.3.36 લાખના MD ડ્રગ્સ સાથે દબોચ્યો

બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરીને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનનો એક યુવક MD ડ્રગ્સનો મોટો જથ્થો લઈને બરવાળા પંથકમાં વેચાણ કરવા આવવાનો છે તેવી ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ધંધુકા-ભાવનગર રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો યુવક પસાર થતા જ પોલીસે તેને આંતરીને તેની તલાશી લીધી હતી, જેમાં તેની પાસેથી લાખોની કિંમતનું નશીલું ડ્રગ્સ મળી આવ્યું હતું.

ઝડપાયેલ આરોપી અને જપ્ત મુદ્દામાલ

પોલીસે આ મામલે રાજસ્થાનના પાલી જિલ્લાના રોહિત તાલુકાના દિવાંદી ગામના રહેવાસી પ્રમોદસિંહ નાથુસિંહ ઇન્દાની ધરપકડ કરી છે. તેની પાસેથી 97.97 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ, જેની કિંમત અંદાજે રૂ.2,93,910 થાય છે, તેમજ રૂ.7,300 ની કિંમતનું મેથાએમ્ફેટામાઇન મળી આવ્યું છે. આ ઉપરાંત પોલીસે ડ્રગ્સના પેકિંગ માટે વપરાતી 5 ખાલી પ્લાસ્ટિકની કોથળીઓ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.3,36,210 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસની આગામી કાર્યવાહી

આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનમાં કોની પાસેથી મેળવવામાં આવ્યો હતો અને બોટાદ કે બરવાળા પંથકમાં આ નશાનો સામાન કોને પહોંચાડવાનો હતો. આ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે આરોપીના મોબાઈલ કોલ ડિટેલ્સ અને નેટવર્કની તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો