android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad News: PGVCLનો જાદૂ કે કાંડ? વીજ કનેક્શન કે મીટર વગર જ મોકલ્યું લાઈટ બિલ! Video

calendar_todayOctober 25, 2026

Botad News: PGVCLનો જાદૂ કે કાંડ? વીજ કનેક્શન કે મીટર વગર જ મોકલ્યું લાઈટ બિલ! Video

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા PGVCL કચેરીની ઘોર બેદરકારી સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ગઢડાના જલાલપુર ગામે વીજ તંત્રની લાપરવાહીનો એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ગામમાં વીજ કનેક્શન કે મીટર ફીટ કરવામાં આવ્યા ન હોવા છતાં ગ્રાહકોને લાઈટ બિલ મોકલી આપવામાં આવતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

કેબલ અને મીટર નથી છતાં બન્ને ગ્રાહકોને 818 રૂપિયાનું બિલ

પ્રાપ્ત વિગતો અનુસાર, જલાલપુર ગામના રહેવાસી શૈલેષભાઈ કેશુભાઈ ડોડીયા અને ગોબરભાઈ કાળાભાઈ સોલંકી દ્વારા ઘર વપરાશ માટે નવા વીજ કનેક્શન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ સ્થળ પર માત્ર વીજ પોલ નાખવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી ન તો કેબલ નાખવામાં આવ્યો છે, અને ન તો કોઈ મીટર બેસાડવામાં આવ્યું છે. છતાં પણ આશ્ચર્યજનક રીતે આ બંને ગ્રાહકોને તંત્ર દ્વારા રૂ. 818 - 818 નું લાઈટ બિલ ફટકારી દેવામાં આવ્યું છે.

Botad News: PGVCL Sends Power Bill Without Meter or Connection in Botad

ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

કોઈપણ પ્રકારની વીજ સેવા કે મીટર વગર જ વીજ બિલ હાથમાં આવી જતા ગ્રાહકો પણ ચોંકી ઉઠ્યા હતા. આ અનોખી બેદરકારીથી રોષે ભરાયેલા ગ્રાહકે પોતાની આપવીતી જણાવતો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે. આ વીડિયો વાયરલ થતાં જ ઢસા PGVCL કચેરીના અધિકારીઓની કામગીરી સામે સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


=" target="_blank">

=


આ પણ વાંચો: 26 October Top News: રાહુલ ગાંધીનો કોર્ટ કેસ, વાવાઝોડાનું એલર્ટ અને બ્રિક્સ સંસદીય ફોરમ સહિતના દેશ-વિદેશના મુખ્ય અપડેટ્સ