calendar_todaySeptember 11, 2026
BRICS Summit Delhi Live: BRICS સંમેલનમાં વિશ્વ કલ્યાણની કામના, નેતાઓના સ્વાગતમાં PM મોદીનો ખાસ વેલકમ મેસેજ
18મી બ્રિક્સ (BRICS) સમિટ આજથી 13 સપ્ટેમ્બર સુધી દિલ્હીના 'ભારત મંડપમ' ખાતે યોજાઈ રહી છે. સુરક્ષા માટે 15000 પોલીસ જવાનો, અર્ધલશ્કરી દળોની 200 કંપનીઓ અને 500થી વધુ સીસીટીવી કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આવી પહોંચ્યા છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાત વર્ષ બાદ ભારતની મુલાકાત લેશે. 35થી વધુ રસ્તાઓ પર ટ્રાફિકને અસર થશે, પરંતુ શહેર સંપૂર્ણપણે બંધ રહેશે નહીં. મેટ્રો, બસ અને ટેક્સી સેવાઓ ચાલુ રહેશે. કનોટ પ્લેસ માર્કેટ ખુલ્લું રહેશે, જ્યારે મેટ્રો મ્યુઝિયમ અને રાષ્ટ્રપતિ ભવન કામચલાઉ ધોરણે બંધ રહેશે. આ સમિટનું સમાપન 'નવી દિલ્હી ઘોષણાપત્ર' સાથે થશે.જ્યારે આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે.
AIIBના પ્રમુખ જિન લિકુન દિલ્હી આવી પહોંચ્યા
વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા રણધીર જયસ્વાલે એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના પ્રમુખ જિન લિકુન સાથે મુલાકાત કરી, જેઓ નવી દિલ્હીમાં યોજાયેલી 18મી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે આવ્યા હતા.