android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Brij Bhushan Singhએ અયોધ્યાથી ચૂંટણી લડવાની કરી તૈયારી! જાણો શું કહ્યું ?

calendar_todayJanuary 27, 2026

Brij Bhushan Singhએ અયોધ્યાથી ચૂંટણી લડવાની કરી તૈયારી! જાણો શું કહ્યું ?

ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહે સોમવારે ફૈઝાબાદ (અયોધ્યા)થી 2029ની લોકસભા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો અને કહ્યું કે યોગ્ય સમય પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. અહીં સિવિલ લાઈન્સ LIC ક્રોસિંગ પર એક ગારમેન્ટ શો-રૂમના ઉદ્ઘાટન કર્યા બાદ તેમને વાત કરતા કહ્યું કે અયોધ્યા જિલ્લાની એકમાત્ર લોકસભા સીટ ફૈઝાબાદથી પૂર્વ ભાજપ સાંસદ વિનય કટિયાર પાર્ટીની ટિકિટના હકદાર છે. બ્રિજભૂષણ સિંહે કહ્યું કે દાવો કરવો કટિયારનો અધિકાર છે અને તેમાં કોઈ અસામાન્ય નથી. જો વિનય કટિયાર ટિકિટ માગી રહ્યા છે તો તે તેમનો અધિકાર છે, તે તેના પુરી રીતે હકદાર છે.

પિતા-પુત્રની જોડી 2029ની ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે

2024ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ ફૈઝાબાદથી વિજેતા બનીને સામે આવ્યા હતા. તેમને ભાજપના લલ્લુ સિંહને 54,000થી વધારે મતથી હરાવ્યા હતા. તાજેત્તરમાં જ પોતાના જન્મદિવસના અવસેર આયોજિત શક્તિ પ્રદર્શન દરમિયાન બ્રિજભૂષણે 2029ની સામાન્ય ચૂંટણીની તૈયારીના સંકેત આપ્યા હતા. તેમને પુત્ર અને કેસરગંજથી હાલના ભાજપ સાંસદ કરણ ભૂષણ સિંહે સાર્વજનિક રીતે કહ્યું હતું કે પિતા-પુત્રની જોડી 2029ની ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે. તેમને યુવાનો અને સોશિયલ મીડિયાથી મળી રહેલા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને પોતાના વધતા પ્રભાવનો શ્રેય જનતાનો પ્રેમ ગણાવ્યો. જેને તેમને પોતાની સૌથી મોટી તાકાત બતાવી.

બ્રિજભૂષણે ઉત્તર પ્રદેશમાં 3 સંસદીય ક્ષેત્રનું 6 વખત પ્રતિનિધિત્વ કર્યું

ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહે ઉત્તર પ્રદેશમાં 3 સંસદીય ક્ષેત્રનું 6 વખત પ્રતિનિધિત્વ કર્યું છે. થોડા મહિનાઓ પહેલા તેમની પર ઘણી મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપ બાદ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપે ટિકિટ નહતી આપી. દેશના કેટલાક ટોપ પહેલવાનો, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયાએ દિલ્હીના જંતર-મંતર પર લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કર્યું અને બ્રિજભૂષણ પર સત્તાનો દુર ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.   

આ પણ વાંચો : UGCના નિયમ તમામ લોકો માટે સમાન હશે, સરકાર મૂંઝવણ કરશે દૂર