android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ટાઈમપાસના બહાને Cafeમાં બેસવાનું માંડી વાળજો, થશે આટલા હજારને દંડ !

calendar_todayJanuary 27, 2026

ટાઈમપાસના બહાને Cafeમાં બેસવાનું માંડી વાળજો, થશે આટલા હજારને દંડ !

આજના ડિજિટલ યુગમાં કાફે માત્ર કોફી પીવાની જગ્યા નથી રહી. ખાસ કરીને બેંગલુરુ જેવા IT અને સ્ટાર્ટઅપ હબમાં, કાફે ધીમે ધીમે અનૌપચારિક ઓફિસ, મીટિંગ રૂમ અને મિત્રોની લાંબી ચર્ચાનું એક સ્પોર્ટ બની ગયું છે. લોકો એક કપ કોફીની જોડે લેપટોપ ખોલી કલાકો સુધી ટેબલ પર બેસી રહે છે. પરંતુ હવે આ રીતે બસેવું મોંઘુ પડી શકે છે.

લગાવવામાં આવેલી નોટિસ

તાજેતરમાં બેંગલુરુના એક રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલી નોટિસે ભારે ચર્ચા ઊભી કરી છે. નોટિસ મુજબ, કાફેમાં મીટિંગ કરવાની મંજૂરી નથી અને જો કોઈ ગ્રાહક એક કલાકથી વધુ સમય માટે બેસે છે તો તેની પાસેથી પ્રતિ કલાક ₹1,000 વધારાનો ચાર્જ લેવામાં આવશે. આ નોટિસનો ફોટો સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા શેર કર્યો હતો, જે થોડા જ મિનિટોમાં વાયરલ થઈ ગયો.

‘ગ્રાહકો પ્રત્યે કઠોર’

ઘણા વપરાશકર્તાઓએ આ નિર્ણયને ‘ગ્રાહકો પ્રત્યે કઠોર’ ગણાવ્યો. લોકોનું કહેવું છે કે કાફે હંમેશાં વાતચીત, ફ્રેશ થવા , મિત્રો સાથે ટાઇમ વિતાવવા અને મીટિંગ્સ માટેની ખુલ્લી જગ્યા રહી છે. ખાસ કરીને ફ્રીલાન્સર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને વર્ક-ફ્રોમ-કાફે સંસ્કૃતિ અપનાવનારા લોકો માટે કાફે મહત્વપૂર્ણ છે. તેમના મતે, આવા નિયમો કાફેની આત્માને નષ્ટ કરે છે.

 વ્યવસાય માલિકોએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો

પરંતુ બીજી તરફ, ઘણા લોકો અને વ્યવસાય માલિકોએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો. રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું છે કે જ્યારે ગ્રાહકો લાંબા સમય સુધી એક જ ટેબલ પર બેસી રહે છે અને ઓછો ઓર્ડર આપે છે, ત્યારે તેમને નુકસાન થાય છે. નવા ગ્રાહકો બેઠકો ન મળવાથી પાછા જતા રહે છે, જે સીધો વ્યવસાય પર પ્રભાવ પાડે છે. ખાસ કરીને ભાડું, સ્ટાફ ખર્ચ અને વીજળી જેવા ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બને છે.


કાફેના નિયમ પૂરતો નથી

આ વિવાદ ફક્ત એક કાફેના નિયમ પૂરતો સીમિત નથી. આ બદલાતી શહેરી જીવનશૈલી, વર્ક-ફ્રોમ-કાફે કલ્ચર અને નાના વ્યવસાયોની આર્થિક હકીકત વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે. એક તરફ ગ્રાહકો કાફેને આરામદાયક અને ખુલ્લી જગ્યા તરીકે જુએ છે, તો બીજી તરફ રેસ્ટોરન્ટ માલિકો દરેક ટેબલને આવક સાથે જોડીને જુએ છે. ભવિષ્યમાં શક્ય છે કે કાફે અને ગ્રાહકો વચ્ચે નવી સમજણ વિકસે – જેમ કે અલગ વર્ક ઝોન, મિનિમમ ઓર્ડર પોલિસી અથવા સમય આધારિત ચાર્જ. હાલ માટે, આ નિર્ણયે કાફે કલ્ચર પર નવી ચર્ચા શરૂ કરી છે અને લોકોને વિચારવા મજબૂર કર્યા છે કે શું કાફે ખરેખર ઓફિસ બની શકે?

આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસે રિલીઝ થઈ અને ઇતિહાસ રચ્યો! box office હલાવી દેનારી 7 ફિલ્મો, હવે OTT પર જુઓ