android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Canadaમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત 4 ભારતીયોના કરુણ મોત!

calendar_todayOctober 27, 2026

Canadaમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત 4 ભારતીયોના કરુણ મોત!

કેનેડામાં થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 ભારતીયોનાં મોત થતાં પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતકોમાં ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના યુવક હિરેન આસોડિયાનો પણ સમાવેશ થાય છે. 18 ઓક્ટોબરના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં સિમામોસ નજીક સ્ટેટનિકી રોડ પર મર્સિડીઝ પેસેન્જર વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. હિરેન છેલ્લા 5 વર્ષથી ઉચ્ચ અભ્યાસ માટે કેનેડામાં રહેતો હતો. મળેલી માહિતી મુજબ, તે મિત્ર સાથે જન્મદિવસની પાર્ટીમાં જવા નીકળ્યો હતો, ત્યારે રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

એક સપ્તાહ બાદ પણ મૃતદેહની રાહ

હિરેનના મોતના સમાચારથી ગાંધીનગર જિલ્લાના દશેલા ગામમાં શોકનો માહોલ છે. એક તરફ દીકરાના અકાળે મોતનું દુઃખ છે, તો બીજી તરફ તેનો મૃતદેહ વતન પરત ન આવતાં પરિવારની ચિંતા વધી રહી છે. અકસ્માતના એક સપ્તાહ બાદ પણ હિરેનનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો ન હોવાની માહિતી સામે આવી છે. પરિવારજનો પોતાના દીકરાના અંતિમ દર્શન કરી શકે અને વતનમાં જ તેની અંતિમવિધિ કરી શકે તેવી આશા રાખી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં પરિવાર માટે દરેક દિવસ ભારે બની રહ્યો છે.

પિતાની ભારત સરકારને મદદની અપીલ

હિરેનના પિતા બાબુભાઈ પરમારે ભારત સરકાર સમક્ષ મદદની અપીલ કરી છે. તેમણે દીકરાનો મૃતદેહ વહેલી તકે ભારત લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. હિરેનની મોટી મમ્મી પુષ્પાબેને પણ સરકારને આ મામલે મદદ કરવા વિનંતી કરી છે. પરિવારની માગ છે કે ભારત સરકાર કેનેડાના સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને જરૂરી કાનૂની અને વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવે, જેથી મૃતદેહ જલદી વતન લાવી શકાય. હવે પરિવારની નજર સરકારની મદદ અને મૃતદેહ પરત લાવવાની પ્રક્રિયા પર ટકેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો