calendar_todayApril 29, 2026
Chhota Udepur: તાલુકા પં.ની 18 માંથી 14 અને જિ.પં.ની ચારેય બેઠકો પર વિજય
પાવીજેતપુર તાલુકા પંચાયતની ડુંગરવાટ બેઠક પિંકલબેન બી રાઠવા 1543, બોરધા બેઠક ઉપર અસ્મિતાબેન આર રાઠવા 2050, કલારાણી રાજેશભાઈ કોલચા 1907, કરાલી નવનીતભાઈ રાઠવા 2261,પાણીબાર મેનકાબેન એમ રાઠવા 1976, સાઢલી વંદનાબેન એમ રાઠવા 1779, સજવા સચિનભાઈ પી રાઠવા 1883, વાવડી કૈલાશબેન રાઠવા 1550, ઘુટણવડ અંકિતભાઈ બી રાઠવા 1836, જેતપુર 1 પુજાબેન વી રાઠવા 1485, જેતપુર 2 વર્ષાબેન એ રોહિત 1187, રતનપુર હિરપરી નયનાબેન આર રાઠવા 1936, સુસ્કાલ જયેશકુમાર વી રાઠવા 1883, ઠલકી વિનાબેન બી રાઠવા 1267 મત મેળવી આ 14 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજય થયા છે. જ્યારે કોંગ્રેસમાં બે ઉમેદવારો ભેંસાવહી બેઠક ઉપર વિષ્ણુભાઈ રાઠવા 1438, અને મોટી આમરોલ બેઠક ઉપર જયંતીભાઈ કે રાઠવા 1734 મત મેળવી 13 મત ની પાતળી સરસાઈ થી વિજય થયા છે. આપના બે ઉમેદવારો મોટીબેજ બેઠક ઉપરથી વિક્રમભાઈ આર રાઠવા 2101 મત, રાયપુર બેઠક ઉપર લીલાબેન સિંહ રાઠવા 2008 મત મેળવી વિજય થયા છે. જિલ્લા પંચાયતની જેતપુર બેઠક ઉપર શીતલબેન બારીયા 3771 મતની સારસાઈ, મોટી આમરોલ ઉપર ઉપેન્દ્રભાઈ એચ રાઠવા 9502 મત મેળવી 3622 મતની સરસાઇ, સજવા ઉપર ભરતભાઈ બી રાઠવા 7620 મત મેળવી 1751 ની સરસાઇ, ઠલકી બેઠક ઉપરવનિતાબેન રાઠવાનો 6401 મત મેળવી 849 મતની સરસાઈ થી વિજય થયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો