android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhota Udepur: માંકડા વિકાસસિંહ 425 મત સાથે મોખરે, ગોપાલસિંહ, લક્ષ્મણસિહને 424 મત

calendar_todaySeptember 10, 2026

Chhota Udepur: માંકડા વિકાસસિંહ 425 મત સાથે મોખરે, ગોપાલસિંહ, લક્ષ્મણસિહને 424 મત

નસવાડી APMCની સામાન્ય ચૂંટણી-2026માં ખેડૂત મતવિભાગની 10 બેઠકોનું પરિણામ ગુરુવારે જાહેર થયું હતું. મતગણતરી પૂર્ણ થતાં 20માંથી સૌથી વધુ મત મેળવનારા 10 ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા. માંકડા વિકાસસિંહ મદનસિંહે 425 મત મેળવી સૌથી વધુ મત સાથે મોખરું સ્થાન મેળવ્યું છે. જ્યારે ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહ અને માંકડા લક્ષ્મણસિંહ ઈશ્વરસિંહે 424-424 મત મેળવી વિજય હાંસલ કર્યો છે.

જાહેર થયેલા પરિણામ મુજબ, ખેડૂત મતવિભાગમાં માંકડા વિકાસસિંહ મદનસિંહને 425 મત મળ્યા હતા. ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહ અને માંકડા લક્ષ્મણસિંહ ઈશ્વરસિંહને 424-424 મત મળ્યા હતા. પંડયા ધવલકુમાર સુભાષચંદ્રે 395 મત સાથે વિજેતા બન્યા હતા. રાજયકુમાર ઘનશ્યામસિંહ હઠીસિંહને 393 મત, છોટા વિજયલાલ શાંતિલાલને 384 મત, દલાલ નઠાભાઈ જગનદાસને 379 મત અને ચૌહાણ હિંમતસિંહ સોમસિંહને 378 મત મળ્યા હતા. રાઠવા રમણલાલ કાદવાભાઈએ 369 મત મેળવી જીત મેળવી હતી. જ્યારે દલાલ દલસંગ નાનાભાઈને 340 મત મળ્યા હતા. નસવાડી APMCની કુલ 16 બેઠકો પૈકી વેપારી મંડળની બે તથા સહકારી ખરીદ-વેચાણ સંઘની બે બેઠકો અગાઉથી બિનહરીફ્ જાહેર થઈ ચૂકી છે. ખેડૂતની 10 બેઠક માટે ભાજપની સહકાર પેનલ, કોંગ્રેસની ખેડૂત હિત રક્ષક પેનલ વચ્ચે મુખ્ય જંગ રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો