android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhota Udepur: નસવાડીના 49 સબ સેન્ટર અને 8 પ્રા.આ. કેન્દ્રોમાં મમતા દિવસની ઉજવણી

calendar_todaySeptember 2, 2026

Chhota Udepur: નસવાડીના 49 સબ સેન્ટર અને 8 પ્રા.આ. કેન્દ્રોમાં મમતા દિવસની ઉજવણી

નસવાડી તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને પ્રાથમિકતા આપી તા. 2ના રોજ તાલુકાના 49 સબ સેન્ટર તેમજ 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મમતા દિવસ અંતર્ગત સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તથા બાળકોના આરોગ્યની તપાસ, માર્ગદર્શન અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

મમતા દિવસનો મુખ્ય હેતુ સગર્ભા માતા અને બાળકને સમયસર જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે, માતા-બાળ મૃત્યુદર ઘટાડવામાં મદદ મળે તથા કુપોષણ અને વિવિધ આરોગ્ય સમસ્યાઓ અંગે સમયસર જરૂરી પગલાં લઈ શકાય તે રહ્યો હતો. આ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા સગર્ભા માતાઓની નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

મમતા દિવસ દરમિયાન સગર્ભા મહિલાઓની વજન, બ્લડ પ્રેશર સહિતની જરૂરી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત આહાર, આયર્ન-ફોલિક એસિડની ગોળીઓનું સેવન, વ્યક્તિગત સ્વચ્છતા, સમયસર તપાસ અને પ્રસૂતિ પૂર્વેની કાળજી અંગે મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો