android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhota Udepur: કદવાલના વસંતગઢ પાસે રૂપિયા 6.35 લાખના દારૂ સાથે બે ઝબ્બે

calendar_todayApril 18, 2026

Chhota Udepur: કદવાલના વસંતગઢ પાસે રૂપિયા 6.35 લાખના દારૂ સાથે બે ઝબ્બે

છોટાઉદેપુર જિલ્લાના વસંતગઢ પાસેથી બે બાઇક પર લઈ જવાતો રૂા. 6,35,178ના વિદેશી દારૂ સાથે બે ઇસમને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી લેવાયા હતા. છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે જેને લઈને પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના અવારનવાર પ્રયત્નો થાય છે. ત્યારે આ વિદેશી દારૂની ખેપની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલને થઈ હતી. જેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા વોચ રખાઇ હતી. વોચ દરમિયાન કદવાલ તાલુકાના વસંતગઢ પાસેથી બે બાઇક ઉપર વિદેશી દારૂની 2085 બોટલ જેની કિં. રૂા.6,35,178 લઈ જવાતા ઝડપી પાડયો હતો.વિદેશી દારૂની ખેપ મારનારા બે ઇસમ જયંતી વરસન રાઠવા (રહે. વીરપુર, તા.જી. છોટાઉદેપુર) અને નીલેશ કેશર રાઠવા (રહે.વીરપુર ,તા.જી. છોટાઉદેપુર)ને વિદેશી દારૂ,બાઇક સહિત કુલ રૂા.8,50,178 ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય 8 જણને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં મોટી માત્રામાં વિદેશી ઝડપાતા ક્યાંકને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો