calendar_todayOctober 26, 2026
Chhota Udepur News: પાવી જેતપુર APMCમાં ભાજપનો દબદબો, ચૂંટણી વગર જ આખું બોર્ડ બિનહરીફ વિજયી
છોટાઉદેપુર જિલ્લામાંથી રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાવી જેતપુર APMCની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચ્યો છે. પાવી જેતપુર APMCની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજયી જાહેર થયા છે, જેના કારણે ચૂંટણી યોજાયા વગર જ સમગ્ર બોર્ડ પર ભાજપે કબજો જમાવી લીધો છે.
એકપણ વિરોધ પક્ષ કે અપક્ષે ન ભરાયું ફોર્મ
ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન વિરોધ પક્ષ કે અન્ય કોઈ અપક્ષ ઉમેદવારો દ્વારા એકપણ ફોર્મ ન ભરાતા આ ચૂંટણી અત્યંત રસપ્રદ બની રહી ન હતી. ભાજપના સત્તાવાર મેન્ડેટ મુજબ જ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાના કારણે તમામ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

ખેડૂત, વેપાર અને સંઘ વિભાગમાં ભાજપનો વિજય
પાવી જેતપુર APMCની તમામ શ્રેણીઓમાં ભાજપના નેતૃત્વ હેઠળના ઉમેદવારોની વરણી કરવામાં આવી છે. જેમાં ખેડૂત વિભાગમાંથી પટેલ મયુરભાઈ મુકેશભાઈ, રાઠવા બલસિંગભાઈ દેસીંગભાઈ સહિતના અગ્રણીઓ, વેપાર વિભાગમાંથી શાહ સારનીકકુમાર અંજકુમાર અને અન્ય સભ્યો તથા સંઘ વિભાગમાંથી પટેલ પ્રિયાબેન મયુરભાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તમામ વિભાગોમાં ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત બનતા પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Chhota Udepurની ભારજ નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર પ્રાંત અધિકારીના દરોડા, બે ટ્રેક્ટર જપ્ત!