android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhota Udepur : બેરીકેટિંગ તોડી ફરાર થયેલ દારૂની XUVના ચાલકને પાવી જેતપુર પોલીસે ઝડપી પાડ્યો

calendar_todayJanuary 22, 2026

Chhota Udepur : બેરીકેટિંગ તોડી ફરાર થયેલ દારૂની XUVના ચાલકને પાવી જેતપુર પોલીસે ઝડપી પાડ્યો

પાવી જેતપુર પોલીસે બેરીકેટિંગ તોડી ફરાર થયેલ દારૂની ગાડીના ચાલકને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

બેરીકેટિંગ તોડી ખેપિયો ફરાર થયો હતો

બે દિવસ પહેલા પાવી જેતપુર વન કુટીર પાસે વિદેશી દારૂ ભરેલ XUV ગાડી દ્વારા બેરીકેટિંગ તોડી ખેપિયો ફરાર થયો હતો.

 XUV ગાડીના માલિકને નિવેદન માટે બોલાવી પૂછપરછ કરી

ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પાવી જેતપુર પોલીસે XUV ગાડીના માલિકને નિવેદન માટે બોલાવી પૂછપરછ કરી હતી.

ડ્રાઇવરની ધરપકડ

પૂછપરછ દરમિયાન આરોપી ડ્રાઇવર વિશે મહત્વની માહિતી મળતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

દારૂની તસ્કરી અંગે વધુ તપાસ

પોલીસે XUV ગાડીના ડ્રાઇવર જીગર ભરતભાઈ પરમાર, રહેવાસી તરસાલી, વડોદરાની ધરપકડ કરી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દારૂની તસ્કરી અંગે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.


આ પણ વાંચો-----    Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત