calendar_todayJanuary 9, 2026
Chhotaudaypur:સંખેડાના બજારમાં પતંગ-દોરીની ફિક્કી ખરીદીથી ચિંતા
પતંગ - દોરીના ભાવમાં વધારો થવાની સાથે રો-મટીરિયલ મજૂરી પણ મોંઘી બનતા આ વર્ષે પતંગોની દુકાનો મોડી ખુલ્યા પછી પણ જોઈએ તેવી ધરાકી ખુલી નથી. જોકે ઉતરાયણ પર્વને આડે હવે માંડ ચાર દિવસ જ બાકી રહ્યા હોય ઘરાકી ખુલવાની આશા વેપારી રાખી રહ્યા છે.
સંખેડા નગર સહિત તાલુકાની પ્રજા તહેવાર પ્રિય હોવાને કારણે દરેક તહેવારની ઉજવણી મન મૂકીને કરે છે. ત્યારે આ વર્ષે પતંગ રસિયાઓને ઉતરાયણ પર્વ મનાવવા વધુ નાણાં ખર્ચવા પડે તેમ છે. કારણ કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગ અને દોરાના ભાવમાં 15 ટકાથી પણ વધુ ભાવ વધારો થયો છે. ત્યારે 50 વર્ષથી પણ વધુ સમયથી પતંગ - દોરાના ધંધા સાથે સંકળાયેલા વેપારીના જણાવ્યા અનુસાર, આ વર્ષે એક તરફ પતંગના ઉપયોગમાં લેવાતા કમાન, કાગળ સહિતના ભાવ વધારાની સાથે રો-મટીરિયલ પણ મોંઘુ બન્યું છે. ઉપરાંત માંજાની ડિમાન્ડમાં વધતા રીલ સુતનારાઓએ પણ ભાવ વધારી દેતા પતંગ રસિયાઓના ખિસ્સા ઉપર તેની અસર પડી છે. પતંગ બજારમાં દેખાતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે. જોકે શનિ - રવિવારથી ઘરાકી નિકળવાની આશાઓ હવે વેપારીઓ રાખી રહ્યાં છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો