calendar_todayJanuary 12, 2026
Chhotaudaypur:અંબાડા ખાતે 11 પ્રાથમિક શાળાનો પતંગોત્સવ ઉજવાયો
નસવાડી તાલુકાની અંબાડા પ્રાથમિક શાળામાં તા.12ના રોજ પતંગોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં અંબાડા તથા આસપાસની 11 પ્રાથમિક શાળાના 400થી વધારે બાળકોને પતંગ, દોરા, ચીકી, ચવાણુંનું વિતરણ અલગ અલગ દાતાઓ દ્વારા કરાયું હતું. જે બાદ તમામ બાળકોને સ્વરુચિ ભોજનની પણ વ્યવસ્થા આ પતંગોત્સવ આયોજન કમિટી દ્વારા કરાઇ હતી.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઉત્તરાયણના પર્વ નિમિતે આટલી સરસ કીટનું વિતરણ થતાં અત્રેની શાળામાં તમામ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો. આ કાર્યક્રમ અંતર્ગત ઘણા બરોડા સિનિયર સિટીઝન ગ્રુપના દાતાઓ દ્વારા દાન આપેલ હતું. આ કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે TDO હરીશ તલાટી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીગ્નેશ વણકર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ પરસોત્તમ રાઠવા, મંત્રી મુકેશ ભીલ, બી.આર.સી. આમિર દિવાન, સી.આર.સી. વઘાચ, અર્જુન ડિંડોર, સી.આર.સી. સાંકળ તણખલા, જૈમીન પટેલ, દામણીયાઆંબા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રાજેશભાઈ પટેલ, સહતિના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો