calendar_todayJanuary 12, 2026
Chhotaudaypur:મા.શાળાના 25 શિક્ષણ સહાયકને ફૂલ પગારના ઑર્ડર અપાયા
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે જિલ્લાની વિવિધ સરકારી માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા 25 શિક્ષણ સહાયકોને ફૂલ પગારના ઓર્ડર એનાયત કરવાનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.
આ શિક્ષણ સહાયકોએ તેમની પાંચ વર્ષની ફ્ક્સિ પગારની સેવા સફ્ળતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરતા સરકારના નિયમાનુસાર તેઓને હવે પૂર્ણ પગારના લાભો મળવાપાત્ર થયા છે. ફૂલ પગારના ઓર્ડર મળતા જ શિક્ષણ સહાયકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. નવયુક્ત પૂર્ણ પગારી શિક્ષકોને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, શિક્ષકોની મહેનત અને સમર્પણને કારણે જ જિલ્લાની શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. આગામી સમયમાં પણ તેઓ આજ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓના ઘડતરમાં પોતાનું યોગદાન આપશેખ્ આ ઓર્ડર એનાયત કાર્યક્રમમાં DEO આનંદકુમાર પરમાર, વિવિધ શાળાના આચાર્ય તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો