android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhotaudaypur:ઝરી પ્રાથમિક શાળામાં પાંચના મહેકમ સામે માત્ર 3 શિક્ષક

calendar_todayJanuary 9, 2026

Chhotaudaypur:ઝરી પ્રાથમિક શાળામાં પાંચના મહેકમ સામે માત્ર 3 શિક્ષક

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના ઝરી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ, અને બે અલગ-અલગ શાળા કેમ્પસને લઈને બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે.

ઝરી પ્રાથમિક શાળાના જૂનાં કેમ્પસમાં બે ઓરડામા બાલવાટિકા, 1લું અને બીજુ ધોરણ ચાલે છે. જેમાં 72 બાળકો છે. અને માત્ર એક શિક્ષક છે. જેને લઇને શિક્ષકને બાળકોને અભ્યાસ કરાવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. જેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડે છે. ઉપરાંત બંને કેમ્પસના બાળકો જૂના કેમ્પસ ખાતે પ્રાર્થના, મધ્યાહન ભોજન અને સાંજના નાસ્તા માટે ભેગા થાય છે. ત્યારે નવા કેમ્પસમાં બાળકોને દિવસમાં ત્રણ વખત લગભગ અડધો કિ.મી દૂર જૂના કેમ્પસમાં જવું પડે છે. જેને લઇને બાળકોનો અભ્યાસ બગડે છે. ત્યારે આ ઝરી ગામમાં બાળકોને ભણાવવા માટે કયારે શિક્ષક મળશે તે આવનારો સમય બતાવશે.

બીજા ઓરડમાં ભણાવું તો, બાકીના બાળકોનું તોફાન

અહીંયા કુલ 128 બાળકો છે, અને 5 નુ મહેકમ છે અને ત્રણ શિક્ષકો છે. બે શિક્ષકની ઘટ છે. અહીંયા હું બાલવાટિકા,1લું ધોરણ અને 2 જુ ધોરણ ભણાવું છું. અહીં 72 બાળકો છે. હું આ ઓરડામા ભણાવવા જઉ તો બીજા ઓરડામાં બાળકો ધમાલ કરે છે. બીજા ઓરડામાં ભણાવવા જઉ તો આ બાળકો ધમાલ કરે છે. એટલે બે શિક્ષકોની ઘટ જલ્દી પૂરી કરવા માંગ છે. - લાલસિંગભાઈ વાઘેલા, શિક્ષક, ઝરી પ્રા. શાળા

મહેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કૅમ્પમાં પણ નિમણૂક થઈ જશે

કદવાલ તાલુકાના ઝરી પ્રા. શાળામાં બે કેમ્પસમાં શાળા ચાલે છે. 1લા કેમ્પસમાં 2 શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય કરાય છે. જ્યારે બીજા કેમ્પસમાં શાળામાં 3થી 5નું શિક્ષણકાર્ય હાલ ચાલુ છે. મહેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કેમ્પમાં પણ નિમણૂક થશે. ઓરડાની ઘટ છે તે સમગ્ર શિક્ષા દ્વારા મંજૂર થયેલા છે. - જશવંત પરમાર, ડીઇઓ, છોટાઉદેપુર

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો