android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhotaudaypur:ધારસીમેલ PHC ખાતે સ્ટ્રેચરમાં લવાયેલ સગર્ભાની સફળ પ્રસૂતિ

calendar_todayJanuary 2, 2026

Chhotaudaypur:ધારસીમેલ PHC ખાતે સ્ટ્રેચરમાં લવાયેલ સગર્ભાની સફળ પ્રસૂતિ

નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતું ઝોળી મુક્ત ગામ જાગૃતિ અભિયાન હવે માત્ર અભિયાન નહીં પરંતુ જીવ બચાવતી ચળવળ બની રહ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધારસીમેલ ખાતે સબસેન્ટર વાડિયાના વાડિયા ગામમાં બનેલી ઘટનાએ આ વાતને સાચી સાબિત કરી છે.

ડુભીલ જાનુબેન રવિશભાઈને ગઈકાલે રાત્રે અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર ઊભી થઈ હતી. અગાઉ આવી સ્થિતિમાં ગામડામાં જોખમી અને અવિજ્ઞાનિક ઝોળી પદ્ધતિનો ઉપયોગ થતો હતો. જે માતા અને ગર્ભમાં રહેલા બાળક બંને માટે જીવલેણ સાબિત થતી હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ હતી. આરોગ્ય વિભાગ દ્વારા સતત ચલાવાતા ઝોળી મુક્ત જાગૃતિ અભિયાનના પરિણામે ગ્રામજનોએ જૂની પ્રથાનો ત્યાગ કરી સ્ટ્રેચરનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારજનો અને ગ્રામજનોએ સંકલિત પ્રયાસ કરી સગર્ભા બહેનને કોઈપણ પ્રકારના શારીરિક ઝટકા વગર સુરક્ષિત રીતે સ્ટ્રેચર પર મુખ્ય રસ્તા સુધી પહોંચાડયા હતા. ત્યાંથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા મારફ્તે તેમને PHC દુગ્ધા ખાતે ખસેડાઇ હતી.

સમયસર અને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવાના કારણે તબીબોએ કોઈપણ પ્રકારની જટિલતા વિના સફ્ળ પ્રસૂતિ કરાવી હતી. હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ, જો સગર્ભાને ઝોળીમાં લઈ જવાઇ હોત તો રસ્તામાં થતી હલચલથી આંતરિક ઈજાનો ગંભીર ખતરો હતો. તબીબોએ જણાવ્યું હતું કે, સ્ટ્રેચરના યોગ્ય ઉપયોગથી માતા અને બાળક બંને સંપૂર્ણ સુરક્ષિત રહ્યા છે. સમયસર સારવાર મળવાથી કોઈપણ પ્રકારની જટિલતા ઊભી થઈ નથી. હાલમાં માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો