android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhotaudepur : સુસ્કાલ ગામે પિતાએ માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતારતા ચકચાર

calendar_todayOctober 25, 2026

Chhotaudepur : સુસ્કાલ ગામે પિતાએ માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતારતા ચકચાર

પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામમાં એક પિતાએ માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતારી પોતે ગળા પર બ્લેડ મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાની ચકચારી ઘટના સામે આવી છે.પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામના તેર ફ્ળિયામાં રહેતા જયેશ લાલા નાયકા બપોરે ત્રણેક વાગ્યે ઓરસંગ નદીના પટમાં બેઠો હતો. ત્યારે ગામના આગેવાન અશોક નાયકા નદીમાં શાકભાજી કરી હોવાથી ત્યાં ગયા હતા. ત્યારે જયેશને નદીમાં બેઠેલો જોઈને તેની પાસે ગયા હતા. નજીક જતાં જયેશના ગળામાંથી લોહી નીકળતું હતું. અને હાથમાં બ્લેડ પકડેલી હતી. ત્યારે જયેશે અશોકભાઈને નજીક નહી આવવાનું કહીને કહ્યું હતું કે, મારે જીવવું નથી. તેમ કહેતા અશોકભાઇએ અન્ય લોકોને ફોન કરીને બોલાવ્યા હતા. અને 108 ને પણ ફોન કર્યો હતો. 108 આવતા જયેશને કેમ બ્લેડ મારી છે તેમ પૂછતા તેણે ટેન્શનમાં આવી ગયો છું. મેં મારા 8 વર્ષના છોકરાંને ગળું દબાવીને મારી નાખીને પાણીમાં નાખી દીધો છે. અને મારે પણ જીવવું નથી. તેમ કહેતા હાજર લોકોએ પાણીમાં તપાસ કરી હતી. અને 8 વર્ષીય બાળકને દોરડાની મદદથી બહાર કાઢયો હતો. પરંતુ 8 વર્ષીય બાળક મૃત્યુ પામ્યો હતો. દરમિયાન 112 ને પણ ફોન કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચીને બાળકની લાશનો કબજો મેળવી પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. જ્યારે બ્લેડથી ગંભીર રીતે ઇજા પામેલ જયેશને પાવી જેતપુર અને ત્યારબાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત સ્થિર છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જયેશની પત્ની ચાર વર્ષ પહેલા છૂટાછેડા લઈને જતી રહી હતી. જયેશને એક પુત્ર અને પુત્રી હતા. જેમાંથી દીકરી જયેશના માતાપિતા સાથે કાઠિયાવાડમાં મજૂરી અર્થે તેમની સાથે રહેતી હતી. જયેશ માનસિક રીતે પડી ભાંગતા પોતે પોતાના 8 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારી અને પોતે ગળાના ભાગે બ્લેડ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પાવી જેતપુર પોલીસે પિતા જયેશ સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો