calendar_todayOctober 24, 2026
Chiloda : મિલિટરી સ્ટેશનની પ્રેરણાદાયી મુલાકાત
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ સેલ દ્વારા 124મી શિબિરના 13 કોલેજોના તાલીમાર્થીઓની મોટા ચિલોડા સ્થિત મિલિટરી સ્ટેશનની પ્રેરણાદાયી મુલાકાતનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓએ આ મુલાકાતમાં ભારતીય સેનાની કામગીરી, શિસ્ત, સાહસ, નેતૃત્વ અને રાષ્ટ્રસેવાની ભાવનાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. આ ઉપરાંત રોકેટ લોન્ચર, મોર્ટાર પ્લાટૂન સહિતની વિવિધ સૈન્ય કામગીરી અને સાધનોથી વિદ્યાર્થીઓ માહિતગાર થયા હતા. લાઈવ ડેમો દ્વારા સૈન્યની કાર્યપદ્ધતિનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. સૈન્યમેં જોડાવવા માટેની વિવિધ પરીક્ષાઓ તથા તકો, શારીરિક અને માનસિક સજ્જતા, મસલ મેમરી તેમજ નેતૃત્વ ગુણો વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું. 85 ઈન્ફન્ટ્રી બ્રિગેડના કમાન્ડિંગ ઓફિસર દિનેશ યાદવે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. કર્નલ મનસુર, વિવેકકુમાર શર્મા વગેરેએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માહિતી આપી સેનાની દેશ પ્રત્યેની જવાબદારી વગેરે બાબતોથી ઉજાગર કર્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો