android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chotila: ચોટીલાની હોટેલના માલિક પાસે 1 લાખની માંગણી કરી ધમકી આપી

calendar_todayApril 14, 2026

Chotila: ચોટીલાની હોટેલના માલિક પાસે 1 લાખની માંગણી કરી ધમકી આપી

ચોટીલાના એક આધેડ વયના હોટેલ અને ગેસ્ટહાઉસના માલિકને એક શખ્સને ફોન કરી મકાનના કામ માટે રૂ. 1 લાખની માગણી કરીને ધાકધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ધમકી આપનાર સામે તપાસ આદરી છે.

ચોટીલાના શાસ્ત્રીનગરમાં રહેતા 56 વર્ષીય અજયભાઈ નંદલાલ મેંઢા ચોટીલા હાઈવે પર આકાશ પેલેસ નામની હોટલ અને ગેસ્ટ હાઉસ ચલાવે છે. તા. 15-3ના રોજ ચોટીલાના રણજીત રૂખડભાઈ ધાધલે તેમને ફોન કરી મારે મકાનનું કામ ચાલુ છે તેમ કહી 1 લાખ રૂપીયાની માંગણી કરી હતી. જયારે તા. 7-4ના રોજ ફરી રણજીત ધાધલે વોટસએપ કોલ કરી તે મને રૂપીયા 1 લાખ આપ્યા નથી, તને જાનથી મારી નાંખવાનો છે, તારે રહેવુ હોય તેમ રહેજે, હું રાજુભાઈ નથી 307 કરૂ, સીધો જ મારી નાંખુ તેવી ધમકી આપી હતી. આથી અજયભાઈ મેંઢાએ આ અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ આર.ડી.રાજૈયા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો