calendar_todayJanuary 21, 2026
Chotila: 39 દબાણકર્તા હાઇકોર્ટના શરણે ગયા પણ રાહત ન મળતા ફફડાટ
ચોટીલા તળેટી મંદિર રોડ ઉપર લોકોએ મોટાપાયે દબાણ કરી રસ્તો સાંકળો કરી દેતા ભકતોને પડતી મુસ્કેલી દૂર કરવા ડેપ્યુટી કલેકટરે દબાણ તોડવાની કામગીરી શરૂ કરી અનેક દબાણ તોડયા અમુક બાકી હતા. એમાંથી 39 લોકો હાઇકોર્ટ જઇ 17 પીટીશન કરી હતી પરંતુ કોઇને રાહત નહી આપી અરજી કાઢી નાખતા દબાણકર્તાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી જમીનોમાં દબાણ કરી માલીકીની જમીન હોય એવી રીતે લોકો બાંધકામ કરી દબાણ તો કરે પરંતુ અનેક લોકો દબાણ કરી ભાડે પણ આપતા હોય છે એનો ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાએ ભાંડો પણ ફોડયો હતો.એવામાં સુપ્રસિધ્ધ ચામુંડા માતાજીના ચોટીલા મંદિરે જવા માટે લોકોને ભારે ભીડનો સામનો કરવો પડતો હતો કારણ 40 ફૂટના રસ્તામાં વીસ ફૂટ રસ્તામાં લોકોએ દબાણ કરી દીધુ હતુ.જેથી ડેપ્યુટી કલેકટરે રસ્તો પહોળો કરવા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી અનેકદબાણ તોડયા હતા.બીજા દબાણ તોડવાના બાકી હતા એમાં 39 લોકોએ અલગ અલગ 17 પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી.પરંતુ આ તમામની અરજી કાઢી નાખી કોઇને પણ રાહત નહી આપતા હવે વેપારીઓમાં ગમે ત્યારે દબાણ તોડી પાડશે એવો ફફળાટ વ્યાપી ગયેલ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો