android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chotila: વીજ કર્મી કચેરીમાં જ રૂ. 60 હજારની લાંચ લેતો રંગેહાથ ઝડપાયો

calendar_todayOctober 25, 2026

Chotila: વીજ કર્મી કચેરીમાં જ રૂ. 60 હજારની લાંચ લેતો રંગેહાથ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં લાંચ જાણે વ્યવહાર બની ગયો હોય તેમ સરકારી અધીકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ લાંચ માંગે છે. અરજદારોને પણ આવા ભ્રષ્ટ અધીકારીઓને અને કર્મચારીઓને નૈવેદ્ય ધરાવ્યા વગર કામ થતા ન હોઈ તેઓ નાણા દેવા મજબુર બને છે. ત્યારે ચોટીલા વીજ કચેરીનો હેલ્પર રૂ. 60 હજારની લાંચ લેવાના કેસમાં આબાદ ઝડપાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદેસરનું કામ કરાવવુ હોય તો પણ અરજદારોને અધીકારીઓ અને કર્મચારીઓના ખીસ્સા ગરમ કરવા પડે છે. ત્યારે આવા જ એક બનાવમાં ચોટીલા વીજ કચેરીનો હેલ્પર રૂપીયા 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. વધુમાં મળતી માહીતી મુજબ આ કામના ફરીયાદીની વાડીમાં થોડા દિવસો પહેલા વીજ ચેકિંગ થયુ હતુ. જેમાં ફરિયાદીની વાડીમાં રહેલ વીજ મીટર પીજીવીસીએલના કર્મીઓ પોતાની સાથે કચેરીએ લઈ ગયા હતા. બાદમાં ફરિયાદી ખેડુતે કચેરીએ જઈ વીજ મીટર પરત આપવા રજુઆત કરી હતી. જેમાં તમારૂ મીટર વીજ ચોરી કરેલ હોવાથી દંડ ભરવો પડશે અને દંડ ન ભરી વીજ મીટર પરત લઈ જવુ હોય તો રૂપીયા 70 હજાર આપવા પડશે તેમ ચોટીલા સબ ડીવીઝન પીજીવીસીએલ કચેરીના હેલ્પર અને લખતરમાં રહેતા બીપીન ભરતભાઈ પારેજીયાએ કહ્યુ હતુ. આ રકમ ફરિયાદીને આપવી ન હોઈ તેઓએ રાજકોટ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં રાજકોટ એસીબી પીઆઈ એમ.એન.રાણા સહિતની ટીમે તા. રપના રોજ ચોટીલા વીજ કચેરીમાં છટકુ ગોઠવ્યું હતુ. અને ફરિયાદીના હાથે હેલ્પર બીપીન પારેજીયા લાંચની રકમ રૂપીયા 60 હજાર સ્વીકારતા જ એસીબી ટીમ સામે આવી હતી. અને બીપીન પારેજીયાને લાંચ લેવાના કેસમાં ઝડપી લીધો હતો. અને તેની સામે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો