android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
CJPની 5 સપ્ટેમ્બરની કૂચ પર પ્રતિબંધ મૂકવાનો SCએ કર્યો ઇનકાર, વિરોધ પ્રદર્શન યથાવત

calendar_todayAugust 31, 2026

CJPની 5 સપ્ટેમ્બરની કૂચ પર પ્રતિબંધ મૂકવાનો SCએ કર્યો ઇનકાર, વિરોધ પ્રદર્શન યથાવત

દેશની સર્વોચ્ચ અદાલતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આગામી 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી પ્રસ્તાવિત કૂચ પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે આ કૂચના કારણે કોઈ અનિચ્છનીય ઘટના સર્જાશે તેવું માનવા માટે હાલ કોઈ વાજબી કારણ ઉપલબ્ધ નથી.

વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાનો SCએ કર્યો ઇનકાર

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પાસેથી હંમેશાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્તપણે જાળવવાની તેમજ તમામ પક્ષો કાયદાનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ અરજી નિવૃત્ત દિલ્હી પોલીસ અધિકારી રાજેન્દ્ર સિંહ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટને ધ્યાનમાં રાખીને મોટા સરઘસો અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાની દલીલ કરવામાં આવી હતી.

સરકાર સામેની માંગણીઓ હજુ અધૂરી

બીજી બાજુ, કોકરોચ જનતા પાર્ટી (CJP) એ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે સરકારે અગાઉ આપેલી ખાતરીઓ મુજબ તેમની માંગણીઓ હજુ સુધી પૂરી કરી નથી. CJPના જણાવ્યા અનુસાર, સરકાર સમક્ષ રજૂ કરાયેલી ચારમાંથી ત્રણ મુખ્ય માંગણીઓ હજુ અધૂરી છે. જેમાં પ્રથમ, NEET પેપર લીક અને ગેરરીતિઓને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવું; બીજું, વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ FIR પાછી ખેંચવી અને કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવી; અને ત્રીજું, RAF તેમજ દિલ્હી પોલીસે સાર્વજનિક રૂપે માફી માંગવી વગેરેનો સમાવેશ થાય છે.

સરકાર વચન પૂરા ન કરતા 5 સપ્ટેમ્બરે કરશે વિરોધ 

અગાઉ 20 જૂને જંતર મંતર પર શરૂ થયેલું આ આંદોલન શિક્ષણ મંત્રીના રાજીનામા અને સરકાર સાથે થયેલી સમજૂતી બાદ 25 જુલાઈએ સ્થગિત કરવામાં આવ્યું હતું. CJPના નેતાઓ આશુતોષ રંકા અને સૌરવ દાસે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે બેઠક પણ કરી હતી. પરંતુ વચનો પૂરા ન થતાં CJPએ આગામી ૫ સપ્ટેમ્બરે ફરીથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.

કૂચ દિલ્હી પોલીસ મુખ્યાલય સુધી કરશે

આ આગામી કૂચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ મુખ્યાલય સુધી જશે, જેમાં પીડિત વિદ્યાર્થીઓના પરિવારો પણ મોટી સંખ્યામાં જોડાશે. CJPએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સરકાર તેમની ધીરજને નબળાઈ ન સમજે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આ પ્રદર્શન નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે, જેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચોઃ Tummy Fat: 40ની ઉંમર બાદ પણ પેટ રહેશે ફ્લેટ, માત્ર જાપાની 5 આદતોને અપનાવી લો